શહેરા : મોરવા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકવામા આવતા ચકચાર

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મોરવા ગ્રામ પંચાયતના ઉપ સરંપચ કિરીટભાઈ ડાહ્યા ભાઈ બારિયા સામે ગ્રામ પંચાયત સભ્યો અને સરંપચ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે સરપંચ અને સભ્યો દ્વારા વહીવટી તંત્રને આની જાણ કરી છે.
શહેરા તાલુકાના મોરવા ગ્રામ પંચાચત આવેલી છે. જેમા સરપંચ તરીકે પટેલ સુમિત્રાબેન મહેશભાઈ તરીકે વહીવટ ચલાવે છે. આ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે કીરીટભાઈ બારિયા સામે સરપંચ અને પંચાયત બોડીના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી છે. જેમા જણાવામા આવ્યુ છે કે ગ્રામ પંચાયતના વિકાસના કામોમા અડચણ રુપ થાય છે તેમજ ગ્રામ પંચાયતના સભ્યોમાં એક્તા તોડવા સહિતના કારણો જણાવાયા છે. આ મામલે સરપંચ સહિત સભ્યો હંસાબેન સોલંકી,સુમિત્રાબેન બારિયા,દિલીપભાઈ ચમાર,અશ્વિનભાઈ પટેલ, પટેલ સાવિત્રીબેન,સહિતે અવિશ્વાસની દરખાસ્ત મુકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here