છોટાઉદેપુર જિલ્લા ખાતે ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સમાજના નબળા વર્ગોને નિ:શુલ્ક કાયદાકીય સેવા આપવા તેમજ તમામ વર્ગોને સમાન તક આપી સકાય તે માટે છોટાઉદેપુર જિલ્લામાં લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું

આ લોક અદાલતની શરૂઆત ૧૪મી માર્ચ, ૧૯૮૨ના રોજ ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં ઉના ખાતે યોજાયેલી શિબિરથી થઈ હતી.
હવે, લોક અદાલતને વૈધાનિક જોગવાઈ દ્વારા માન્યતા આપવામાં આવી છે.
નાલસા દ્વારા નિર્ધારિત સમયપત્રક મુજબ, સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષની નિર્દિષ્ટ તારીખો પર લોક અદાલતો યોજવામાં આવે છે.
જે પૈકી આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં પણ ત્રીજી રાષ્ટ્રીય લોક અદલાતનું આયોજન કરવામાં આવ્યું હતું,
તાલુકા અને જિલ્લાના સેવા સત્તામંડળોના ઉપક્રમે અને જિલ્લાના એડવોકેટ્સ ના સહયોગ થી બધા પક્ષકારોને સંતોષ થાય તેવા ઉકેલ શોધવા માટે આ લોક અદાલત દ્રારા જિલ્લાની વિવિધ બેંકો સંસ્થાઓ અને ઇ મેમો જેવા વર્ષોથી અટવાયેલા કેસોનો નિરાકરણ લાવવામાં સફળતા મળી હતી, જેમાં છોટાઉદેપુર જિલ્લાની કોર્ટના કુલ 12600 થી વધુ પેન્ડિંગ કેસો માંથી 5468 કેસોનો લોક અદાલતમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાંથી લગભગ 2875 જેટલા કેસોમાં સુખદ સમાધાનની ધારણાં કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજેય લોક અદાલત ક્ષેત્રે ગુજરાત મોખરે છે, અને સર્વત્ર એનો દાખલો આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here