બોડેલી તાલુકાના નાના અમાદરા પ્રાથમિક શાળાના શિક્ષકો,ગામના વરિષ્ઠ નાગરિકો અને બાળકોએ ૮૩ માં સ્થાપનાદિનની કેક કાપી,ચોકલેટનું વિતરણ કરી ઉજવણી કરાઈ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના નાના અમાદરા પ્રાથમિક શાળાના શિક્ષકો,ગામના વરિષ્ઠ નાગરિકો અને બાળકોએ ૮૩ માં સ્થાપનાદિનની કેક કાપી,ચોકલેટનું વિતરણ કરી ઉજવણી કરી હતી.શાળામાં અભ્યાસ કરાવતા તમામ શિક્ષકોનું ગામના આગેવાનો ઘ્વારા સાલ ઓઢાડી મોમેન્ટ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.નાના અમાદરા પ્રાથમિક શાળાની સ્થાપના ઈ સ ૧૯૪૧ ની ૩ જી ઓક્ટોબરના રોજ મુંબઈ રાજ્ય હતું ત્યારે કરવામાં આવી હતી.જેમાં અનેક બાળકોએ પોતાનો અભ્યાસ આ શાળામાંથી મેળવી તબીબ,એન્જીનીયર,શિક્ષક,વેપારી બન્યા છે નાના અમાદારાના યુવા આગેવાન મહેશભાઈ પટેલના જણાવ્યા મુજબ નાના અમાદરા શાળામાંથી અભ્યાસ કરી આણંદ કોલેજના ચાન્સેલર બની રિટાયરમેન્ટ લીધેલ ડો મોતીભાઈ પટેલ પણ અવારનવાર આ શાળાની મુલાકાત લે છે.વિદેશમાં વસતા આ ગામના નાગરિકો પણ આ શાળાની મુલાકાત લઈને શાળાના બાળકોના અભ્યાસમાં પેન,નોટબુક માટે દાન આપે છે.શાળાના સ્થાપનાદિન નિમિત્તે શાળામાં બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી હતી.બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામો આપવામાં આવ્યા હતા.ગામના આગેવાનોએ શાળા સ્થાપનાદિન નિમિત્તે શાળાને યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદનો ફોટોફ્રેમ અર્પણ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here