પાવીજેતપુર શિક્ષણ ખાતાના સિનિયર ક્લાર્કની અનિયમિતતાના કારણે બદલી કરવા ધારાસભ્યની ટીડીઓને રજૂઆત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પાવીજેતપુર તાલુકા પંચાયત કચેરીની શિક્ષણ ખાતાની કચેરીના સિનિયર ક્લાર્ક અનિયમિત આવતા હોવાથી શિક્ષણને લગતી કામગીરીમાં વિલંબ થવાથી ભારે મુશ્કેલીનો સામનો શિક્ષકોને થતા જિલ્લા,તાલુકા શિક્ષણ સંઘ ઘ્વારા છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને કરતા ધારાસભ્યએ તાત્કાલિક હેઠળથી જિલ્લા તાલુકા શિક્ષક સંઘની રજૂઆતને ધ્યાને લઈને પાવીજેતપુર તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી ફરજમાં અનિયમિત આવતા સિનિયર કલાર્કની બદલી કરી તેના સ્થાને અન્યને બેસાડવા રજૂઆત કરી હતી.શિક્ષકોની બદલી,છુટ્ટા કરવા અંગેની વહીવટી પ્રક્રિયા ઝડપી બને તેવા પ્રયાસ હાથ ધરવા ટીડીઓને લેખિતમાં ભલામણ કરી છે હવે જોવું એ રહ્યું કે પ્રજાના હિતોને ધ્યાનમાં રાખી ધારાસભ્યની રજૂઆતને ટીડીઓ કેટલી ગંભીરતાથી લઇ અનિયમિત આવતા સિનિયર ક્લાર્ક સામે બદલીનો ગંજીફો ફેરવે છે કે કેમ ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here