બોડેલી તાલુકાના જબૂગામમાં કિંજલબેન મિતેશભાઈ દેસાઈ ડેપ્યુટી સરપંચ પદે બિનહરીફ

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

બોડેલી તાલુકાના જબૂગામ ગામે ડેપ્યુટી સરપંચ ની ચુટણી કરવાનો માહોલ ભારે ગરમાયો હતો રસાકસી ભરી થાય તેવો માહોલ જોવા મળ્યો હતો પરંતુ દરેક ચુટાયલા સભ્યો એ પોતાની સંમતી આપી કિંજલબેન ને બિન હરીફ લાવવામાં આવ્યા છે અને તમામ જીતેલા સભ્યો વતી વસીમ ભાઈએ જણાવ્યું કે ગામની એકતા જળવાય રહે અને કોઈ વાદ વિવાદ ન આવે અને ગામનું વિકાસ લક્ષી દરેક કામ વ્યવસ્થિત થાય અને જબુગામનો કોઈ પણ વોર્ડ વિકાસલક્ષી કામોથી વંચિત ન રહે અને પુર જોશ માં ગામનો વિકાસ થાય તેવી બાંહેધરી દરેક વોર્ડ ના તમામ સભ્યોએ આપી હતી અને વસીમ(ભલુ) શેખે તમામ સભ્ય વતી કિંજલબેન ને ઉપ સરપંચ બન્યા તે બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી આમ કિંજલબેન ઉપસરપંચ પદ મેળવ્યુ છે અને દરેક વોર્ડના સભ્યોને અને સરપંચ ને ફૂલોના હાર પહેરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here