શહેરા તાલુકાના IEDSS અને સ્પેશ્યલ એજ્યુકેટર તમામને ટેબલેટનું વિતરણ કરાયુ

શહેરા(પંચમહાલ),
ઇમરાન પઠાણ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ૨૨ ક્લસ્ટરના કુલ ૧૨ જેટલા આઈ.ઈ. ડી. એસ.એસ. અને સ્પેશિયલ એજ્યુકેટર તમામને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું. આ ટેબ્લેટમાં ક્લેપડ, વર્ક પ્લેસ, વર્ક પ્લેસ ચેટ, માઈક્રોસોફ્ટ ટીમ્સ અને ક્યુ.આર.કોડ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી તાલુકાના શિક્ષણને જીવંત બનાવવા માટે ૮૧૫ ઉપરાંત વિદ્યાર્થીઓને રિસોર્સ રૂમ વર્ચ્યુઅલ કલાસના માધ્યમથી શિક્ષણ આપવાનો એક સરકારનો અભિગમ છે. આ અભિગમને સાકાર બનાવવા માટે ટેબ્લેટ દ્વારા બાળકોને ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપવાનું કાર્ય રિસોર્સ રૂમ કક્ષાએથી થઈ શકશે. વર્તમાન સમયમાં શિક્ષકો પાસેથી ગૂગલ સ્પ્રેડ શીટ, વર્ક પ્લેસ અને વર્ક ચેટ તેમજ ક્યુ.આર.કોડના માધ્યમથી દરેક રિસોર્સ રૂમમાં ડિજિટલ કામગીરી કરી શકશે. આ કાર્યક્રમમાં શહેરા બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ પરમાર દ્વારા શહેરા તાલુકાના આઈ.ઈ. ડી. એસ.એસ. અને સ્પેશિયલ એજ્યુકેટર તમામને ટેબલેટના માધ્યમથી બાળકોનું સર્વે, તેમની દિવ્યાંગતાની વિગતો તથા તેમનું દિવ્યંગતાના સર્ટી આ સિવાય અન્ય જરૂરિયાત પુરતતા કરવા માટે ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here