બોડેલી તાલુકાના ચલામલી ગામે ભક્ત સમાજ ઘ્વારા ઋષિપંચમીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગુજરાત સહીત વિદેશોમાં વસેલા ભક્ત સમાજના ભક્તો ઘ્વારા ઋષિપંચમીની દર વર્ષે દેશ,વિદેશમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.ઋષિપંચમીને સામાપાંચમ પણ કહેવામાં આવે છે.ભક્ત સમાજના પહેલા ગુરુ અને ઉપદેશક શ્રી જીવણજી મહારાજે ઋષિપંચમીના દિવસે તેમના દેહનો ત્યાગ કરી હરીધામમાં ગયા હતા.તેમને ભક્તોને સંદેશો આપ્યો હતો કે ભક્તો કોઈ ભોળવે તો ભોળવાશો નહિ.મોરલી મનોહર તે કૃષ્ણ ખરા.ભક્ત સમાજના પ્રત્યેક ગામમાં પરથારો હોય છે.જ્યાં ગામમાં વસતા સહુ ભક્ત સમાજના લોકો એકત્રિત થઈને ભજન કીર્તન કરી બાળ ગોપાળના ભજનો અને સમોનું વાંચન કરે છે.બોડેલી તાલુકાના ચલામલી ગામે ભક્તો ઘ્વારા ઋષિપાંચમની ઓચ્છવ કીર્તન સાથે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here