બોડેલી : ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકનું રાષ્ટ્રપતિના હસ્તે ગાંધીનગર ખાતે સન્માન કરાયું…

આજરોજ તારીખ 23/ 2 /2021 ના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય નો ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાયો .જેમાં માનનીય મહામહિમ રાષ્ટ્રપતિ જી રામનાથ કોવિદજી; રાજ્યપાલ ગુજરાત ;આચાર્ય દેવવ્રતજી; રમેશ પોખરીયાલ; શિક્ષણ પ્રધાન ભારત સરકાર; નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને હસમુખ અઢિયા કુલપતિ સેન્ટ્રલ યુનિવર્સિટિ ઓફ ગુજરાત ;આ સમારોહમાં હાજર રહ્યા હતા જેમાં સેન્ટ્રલ યુનિવર્સિટિ ઓફ ગુજરાત માંથી phd ,Mphil, અને MA થયેલા ઉમેદવારોનું સન્માન સમારોહ યોજાયો જેમાં ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક શ્રી એમ.એ. હાથીભાઈ ગુજરાતી વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી ગુજરાતમાંથી ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ઉમેદવારો પૈકી તેઓ એક હતા અને રાષ્ટ્રપતિ જીના સાથે તેમજ ઉપરોક્ત મહાનુભવો ની હાજરીમાં શ્રી એમ.એ હાથીભાઈ ને પ્રમાણપત્ર એનાયત કરી પદવી આપવામાં આવી તેઓએ શાળા ,સમાજ અને ગામ નું નામ રોશન કર્યું છે જે બદલ કેળવણી મંડળ ,શાળાના આચાર્ય યુ .વાય .ટપલા અને શાળા પરિવાર તેઓને શુભેચ્છા પાઠવે છે અને જીવનમાં આ જ રીતે પ્રગતિના સોપાનો સર કરે તેવી શુભકામનાઓ પાઠવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here