રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સિદ્ધપુર તાલુકાના નાગવાસણ ગામે આયુષ કેમ્પયોજી ૧૦૦ જેટલા દર્દીઓની ફ્રી તપાસ કરાવાઈ

સિદ્ધપુર, (પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સિધ્ધપુર તાલુકાના નાગવાસણ ગામે સામાજિક સમરસતા વિભાગ અને સામાજિક સેવા વિભાગ દ્વારા સંત રવિદાસજીની જન્મજયંતિ ના ઉપલક્ષમાં નાગવાસણ ગામે દૂધ મંડળી ખાતે આયુષ કેમ્પ યોજાયો હતો જેમાં આયુર્વેદની ૬૦ અને હોમિયોપેથિક ની ૪૦ જેટલી ઓપીડી મળી કુલ ૧૦૦ જેટલા દર્દીઓની ફ્રી તપાસ થઈ હતી જેમાં તાલુકા સામાજિક સમરસતા ના સંયોજક રાજેશભાઈ ચૌધરી તેમજ ગ્રામ્ય સમિતિના સભ્યો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ આયુષ કેમ્પમાં ડો.જીતેન્દ્રભાઈ શુક્લા તેમજ વૈદ્ય રાહુલભાઈ સોલંકી અને તેમની ટીમે અહીં આવેલા દર્દીઓની તપાસ કરી તેમને દવાઓ તેમજ માર્ગદર્શન અપાયું હતું આ કાર્યક્રમમાં નગવાસણ ગામના નાગરિકો તેમજ સંઘના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આયુષ કેમનો લાભ લેનાર લાભાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here