બોડેલીમાં ટુ-વ્હીલર હોન્ડા શો રૂમમાં ભયાનક આગ લાગતા ૩૬ જેટલી નવી નક્કોર બાઈક ખાખ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી માં હોન્ડા બાઈકના શો રૂમમાં અડધી રાતે અચાનક આગ ફાટી નીકળતા અફરા તફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી.બોડેલી તેમજ છોટાઉદેપુર ફાયર ફાઈટરની ટીમે ભારે જેહમત બાદ આગ કાબુ માં લીધી હતી. બાઈક ના શૉ રૂમ મા આગ લાગતા લાખો નું નુકશાન થવા પામ્યું હતું.
. બોડેલી ના ઢોકલીયા ત્રણ રસ્તા પાસે આવેલ અંબે વિંગ્સ હોન્ડા કંપની ના શૉ રૂમ આવેલો છે આજ રોજ વેહલી સવારે ૪ વાગ્યાં ના સમયે બાઈક ના શૉ રૂમ માં શોર્ટ સર્કિટ થતા શૉ રૂમ માં અચાનક આગ ફાટી નીકળી હતી.શૉ રૂમ માંથી ધુમાડા ના ગોટે ગોટા બહાર આવતા ઢોકલીયા વિસ્તાર સ્થાનિક રહીશો એ શૉ રૂમ ના માલિક મિલાપ તરુણ ભાઈ ઠક્કર ઘટના ની જાણ કરતા તાત્કાલિક શૉ રૂમ પર આવી પોહ્ચ્યા હતા. શૉ આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરા તફરી સર્જાઈ હતી . તાત્કાલિક બોડેલી એ પી એમ સી ફાયાર સ્ટેશન તેમજ છોટાઉદેપુર ફાયાર સ્ટેશન માં બનાવ ની જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પોહચી આગ ને કાબુ માં લીધી હતી. આગ નો બનાવ બનતા લોક ટોળા ઉમટી પડ્યા હતા.શૉ રૂમ માં આગે વિકરાડ સ્વરૂપ ધારણ કરતા ૩૬ જેટલી નવી નક્કોર બાઈક,ફર્નિચર,અગત્ય ના દસ્તાવેજ બળી ને ખાખ થઇ ગયા હતા. આગ ને કારણે ૭૦ થી ૭૫ લાખ નું નુકસાન થવા પામ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here