કાલોલ : ઈન્ડેન ગેસ બુકિંગનો નવો નંબર આવવાથી હજારો ગ્રાહકો પરેશાન‌… ડિલરને ત્યાં ટોળા ઉમટ્યાં

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

૧ લી નવેમ્બરથી DAC નંબર વગર ગેસ બોટલ નહીં આપવાનો નિયમ તાજેતરમાં જ થયો છે જેથી ગ્રાહકે રજીસ્ટર મોબાઇલ પોતાના ઘરે ફરજિયાત પણે રાખવો પડે છે. આટલી મુસીબત ઓછી હોય તેમ ગેસ બુકિંગનો નંબર બદલી નાખી રાષ્ટ્રીય નોંધણીનો નંબર જાહેર કરવામાં આવતાં સંખ્યાબંધ ગ્રાહકો હેરાન પરેશાન થઇ ગયા છે.
રાધણ ગેસ બુકિંગ માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને એક નવેમ્બરથી રાષ્ટ્રીય સ્તરે એક જ મોબાઈલ નંબર 7718955555 જાહેર કર્યો છે. સમગ્ર દેશમાંથી કરોડો ગ્રાહકો બુકિંગ કરાવવા માટે તત્પર હોય તે સમયે સ્વાભાવિક છે ફોન લાગે નહીં ત્યારે આવો તઘલખી નિર્ણય કયા કારણે લેવામાં આવ્યો છે તે પણ સવાલ ઊભો થાય છે. આ નંબર પર બુકિંગ માટે ત્રણ દિવસથી ગ્રાહકો દ્વારા સંપર્કના પ્રયાસ છતાં બુકિંગ ન થતાં દિવાળી વખતે ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે આ સ્થિતિમાં કાલોલ શહેરના એલપીજી ગ્રાહકો ગેસ બુકિંગ માટે ગેસ એજન્સીનો સંપર્ક કરી રહ્યા છે પરંતુ કઈ મેન્યુઅલ બુકિંગ સુવિધા બંધ કરાઈ હોવા છતાં દિવાળમાં લોકોને હેરાનગતિ ન થાય તે માટે કાલોલની ધનંજય ઈન્ડેન ગેસ એજન્સી દ્વારા મેન્યુઅલ બુકિંગ લોકોની હાલાકી ભોગવવી ન પડે તે માટે કરવામાં આવે છે. બીજી બાજુ બુકિંગ માટે ગેસ એજન્સી બહાર લોકોની લાંબી લાઇનો લાગે છે પણ કોરોનાના કપરા સમયમાં સંક્રમણનો ભય સતાવી રહ્યો છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી કાયદાના ભંગ બદલ ગેસ એજન્સીને નોટિસનો ભય સતાવી રહ્યો છે. એક તરફ કોરોના બીજી તરફ દિવાળી નો સમય અને એની ઉપર ગેસ બોટલ ની હાડમારી એ કાલોલના નગરજનો ને હેરાન કરી નાખ્યા છે. જોકે કાલોલ નગરની કેટલીક સોસાયટીઓમાં પીએનજી ગેસ લાઈનો શરૂ કરી દેવામાં આવી છે તેમ છતાં નગરના તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના હજારો ગ્રાહકો એલપીજી ગેસ ઉપર આધારિત હોવાથી ગેસ બોટલનું બુકિંગ ન થવાથી ડીલર ને ત્યાં ત્રણ દિવસથી દરરોજ ટોળેટોળા ઉમટી પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here