ચૂંટણીની તૈયારીઓને લઈને નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજતા પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આશિષ કુમાર

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને ધ્યાનમાં લઈને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી,સભાખંડ ગોધરા ખાતે ચૂંટણીની તૈયારીઓ બાબતે જિલ્લાના નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.

આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જિલ્લાના તમામ ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓને અત્યાર સુધી કરેલી વિવિધ કામગીરી અને હવે પછી કરવામાં આવતી કામગીરી અંગે સમીક્ષા કરી હતી. તેમણે આદર્શ આચાર સંહિતાના અમલીકરણ બાબતે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મેન પાવર,ટ્રેનિંગ,મટીરીયલ,ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ,સાયબર સિક્યુરિટી અને આઇ.ટી, સ્વીપ,લો એન્ડ ઓર્ડર, ઈ.વી.એમ, વીવીપેટ મેનેજમેન્ટ,એમ.સી.સી સહ અન્ય નોડલ અધિકારીશ્રીઓની કામગીરીની સમીક્ષા કરી સબંધિતોને જરૂરી સૂચનાઓ આપી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ખર્ચ નોડલશ્રી ડી.કે.બારીયા, મેન પાવર નોડલ અને અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા,એમ.સી.સી નોડલશ્રી દેસાઈ, સહિત જિલ્લાના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here