બોડેલી તાલુકાના છત્રાલી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ સહીત 6 ગામો અને આજુબાજુ ગામોના ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં આપ્યુ આવેદન પત્ર

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ઉચ્છ નદીમાં ગેરકાયદેસર રેતીનું ખનન થતા ગ્રામજનો વિફર્યા

આવેદનપત્ર આપ્યુ છે જો ટુંક સમયમા કાયદેસરની કાર્યવાહી નહી થાય તો ઉગ્રઆંદોલન ની ચીમકી

બોડેલી તાલુકાના છત્રાલી ગામ અને આજુબાજુ ગામના ગ્રામજનોએ ગેરકાયદેસર ઉચ્છ નદીમાં રેતી ખનન મુદ્દે તમામ ગ્રામજનોએ છત્રાલી જૂથ ગ્રામપંચાયત ની લેટર પેડ પર લખી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સરપંચ સહીત ગ્રામજનોએ જણાવ્યું કે છત્રાલી, નાના અમાદરા,મોટા અમાદરા, ઘોડજ,શેરપુરા,સડધરી,વાલપરી અને આજુબાજુ ના ગામના ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યુ છે કે અમારી માતા સમાન ઉચ્છ નદીમાં ચેકડેમ ઊંડા કરવાના બહાને રેતી કાઢવાનુ માથાભારે અને પહોંચેલ માણસો દ્વારા ખનન ચાલી રહ્યુ છે અને ઓરસંગ નદીમાં રેતી હવે ઓછી થવાથી હવે અમારી ઉચ્છ નદી ની રેતીને ખોટી રીતે કોઈ પણ પંચાયતના ઠરાવ કે મંજૂરી વગર અમારી જાણ બહાર રેતી કાઢવાનો પરવાનો આપવામાં આવ્યો છે જે ગેરકાયદેસર છે જેને સદંતર બંધ કરવા માટે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યુ છે જે ટુંક સમયમાં પરવાનો રદ નહી થાય તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે ચાલીશુ અને આમરણ ઉપવાસ પર બેસીશું અને જે પણ અધિકારીઓ આ કાર્યમાં સંડોવાયેલા હશે એમની ઉપર અમે સી.બી.આઈ અને લાંચ રૂશ્વત અને ઇ.ડી ની તપાસ બોલાવીને તપાસ કરાવીશું જેથી આપ સાહેબ યોગ્ય કાર્યવાહી કરી મદદ કરવા વિનંતી કરેલ છે આ રીતના આવેદનપત્ર આપેલ છે અને આ પરિપત્રની નકલ રવાના મહામહિમ શ્રી રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્ય અને મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય અને એસ.પી.સાહેબ શ્રી છોટાઉદેપુર ને કરવામાં આવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here