બોડેલીના માર્ગ ઉપર આથમતા સૂરજે નગરમાં સુરક્ષા, શાંતિ અને સલામતીનો સંદેશ આપતી પોલીસ દ્વારા ફૂટ માર્ચ યોજવામાં આવ્યો…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજે સમી સાંજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના માર્ગ ઉપર ફૂટ માર્ચ યોજાઈ હતી પોલીસ સ્ટેશનમાં ફરજ બતાવતા CPI એસ બી વસાવા સાહેબ તેમજ બોડેલીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ સાથે રહીને હથિયારધારી પોલીસ સાથે રહીને બોડેલી પોલીસ સ્ટેશનથી મુખ્ય બજારમાં થઈ અલીપુરા ચોકડી થઈ અને અલીપુરા ચોકડી થી બસ ડેપો સુધી અને ત્યાંથી પરત લક્ષ્મી કોટન રોડ હરીફાઈ માર્કેટ રોડ ઉપર થઈ અને ખત્રી ટીમ કોર્નર આગળથી શિવ શક્તિ ક્લોથ સ્ટોર થઈને બોડેલી પોલીસ સ્ટેશનમાં પરત થયા હતા આ ફૂટ માર્ચ કાઠવાવાનો હેતુ હતો કે બોડેલી નગરમાં તહેવારોના અનુલક્ષીને અને બોડેલી નગરમાં કાયદો અને વ્યવસ્થા અકબંધ રહે અને કાયદો જળવાઈ રહે તે માટે એના પ્રયાસ માટે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સી,પી,આઈ એસ, બી,વસાવા સાહેબ તેમજ બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ હથિયાર સાથે બોડેલી નગર ના માર્ગો ઉપર ફૂટ માર્ચ યોજવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here