ડભોઇ સત્તર ગામ પટેલ સમાજ વાડી ખાતે આદિવાસી જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરાયું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

સમસ્ત આદિવાસી સમાજ ડભોઇ દ્વારા આયોજિત આઠમો યુવક યુવતી પરિચય મેળો ડભોઇ ખાતે યોજાયો હતો. જેમાં ૨૫૦ ઉપરાંત યુવક-યુવતીઓ એ ભાગ લીધો હતો અને પોતાના મનગમતા પાત્રને પોતાના સમાજમાંથી પસંદગી કરવાનો લાભ મેળવ્યો હતો.
સમસ્ત આદિવાસી સમાજ ડભોઇ દ્વારા આયોજિત આઠમો યુવક-યુવતી પરિચય મેળામાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ (વકીલ), વડોદરા ભાજપા જીલ્લા મહામંત્રી ડો બ્રહ્મભટ્ટ, ભુપેન્દ્રભાઈ પટેલ,108 મહંત શ્રી સેવકદાસજી સાહેબ હાજર રહ્યા હતા
જ્યારે આ કાર્યક્રમની શરૂઆત આવેલ મહાનુભાવોનો પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરી કરવામાં આવ્યો હતો. સાથે આવેલ અતિથિઓએ સમાજને આશીર્વચન થી સંબોધ્યા હતા સમસ્ત આદિવાસી સમાજ ડભોઇ દ્વારા આયોજિત આઠ મો યુવક યુવતી પરિચય મેળો સમસ્ત આદિવાસી સમાજ ડભોઇ ના પ્રમુખ શ્રી શૈલેષભાઈ વસાવા ઉપપ્રમુખ શ્રી કિરીટભાઈ વસાવા તથા રાજુભાઇ વસાવા, ઓડિટર અમિત કુમાર વસાવા, મહામંત્રી શ્રી મહેશભાઈ વસાવા મંત્રી શ્રી અનિલભાઈ વસાવા , ગંગારામભાઈ વસાવા, સનાભાઈ તડવી તથા સમસ્ત આદિવાસી સમાજ ની પુરી ટીમ ના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. જ્યારે આ સમસ્ત આદિવાસી જીવનસાથી પસંદગી મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here