બોડેલીના જબુગામ આવેલી બાગાયત વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, જબુગામ દ્વારા ફળ અને શાક્ભાજીમાં મૂલ્યવર્ધન અંગેના તાલીમ વર્ગનું આયોજન

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ના જબુગામ ખાતે આવેલી કૃષિ યુનિવર્સિટીમાં બાગાયત વિભાગ , કૃષિ મહાવિદ્યાલય , આણંદ કૃષિ યુનિવર્સિટી જબુગામ ખાતે સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ રેડી યોજના અંતર્ગત ઓન કેમ્પસ ટ્રેનિંગ ફેઝનું આયોજન કરવામાં આવ્યું . જેમાં ફળ અને શાક્ભાજીમાં મૂલ્યવર્ધન અંગેની તાલીમ આપવામાં આવી . વિષય શિક્ષક ડો . લોકેશ યાદવ દ્વારા વિવિધ ફળો અને શાકભાજીમાંથી ખુબજ સરળ રીતે અને પૌષ્ટિક બનાવટો થકી વધારે આવક કઈ રીતે મળી શકે તે માટે ખુબજ મહત્વની તાલીમ આપવામાં આવી . સદર તાલીમ કાર્યક્રમમાં અન્ય વિષય શિક્ષકો ડો . પી . ડી . પટેલ તથા ડો . એ . વિ . કોટેચા દ્વારા પણ જરી માર્ગદર્શન આપવામાં આવ્યું . આ તાલીમ વર્ગને કોલેજના આચાર્યશ્રી ડો . સુનીલ આર . પટેલએ બિરદાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા . આ તાલીમ વર્ગમાં કુલ ૪૭ જેટલા વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ફળ અને શાકભાજીમાંથી વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો બનાવી હતી . વિદ્યાર્થીઓએફળ અને શાકભાજીની વિવિધ બનાવટો જેવી કે લેમન સ્કવોશ , મિકસ ફૂટ જામ , ટોમેટો કેચપ , સફરજનની ચટણી , ઊંઝા ટી , હિબિસ્ક્યુ ટી ( જાસુદ ની ચા ) અને ગુલકંદ જેવી બનાવટો બનાવવાની પ્રાયોગિક તાલીમ આપી કાર્યક્રમને સફળ બનાવેલ હતો . “ બાગાયતી પાકોના વેચાણ ઉપરાંત મૂલ્યવર્ધન દ્વારા વિવિધ બનાવટોના ઉત્પાદન દ્વારા ખેડૂતભાઈઓ વધારાની આવક પ્રાપ્ત કરી શકે છે તેમજ ખેતી સાથે સંકળાયેલ ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગારી પૂરી પાડી તેમની આવક્માં વધારો કરી શકાય છે અને મહિલાઓ ગૃહઉદ્યોગ સ્થાપિત રીને સ્વનિર્ભર બની શકે છે આ ઉપરાંત અન્ય બનાવટો જેવી કે , હુંઝા ટી તથા હિબિસ્ક્યુ ટી ( જાસુદની ચા ) , જે સ્વાસ્થ્ય માટે ખૂબજ ઉપયોગી છે જે માનવજીવનના ઘણાબધા રોગો જેવા કે ડાયાબિટીસ મેદસ્વિતા , બ્લડપ્રેશર વગેરેને નિયંત્રિત કરે છે તેમજ રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here