વિસનગરના ખ્યાતનામ આખ્યાનકાર મથુરા પ્રસાદ મહારાજ તેમજ તેમના વિખ્યાત ભજનિક પુત્ર મહેશભાઈ શ્રીમાળીની તૃતીય માસિક પૂણ્યતિથિ નિમિત્તે પ્રાથૅનાસભા-શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર :-

ઉત્તર ગુજરાતની તામ્રનગરી તરીકે પ્રસિદ્ધ વિસનગરે રાષ્ટ્રીય લેવલે સંગીત,નાટક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે અનેક વિરલ પ્રતિભાઓની ભેટ આપી છે.આ પંક્તિમાં ખ્યાતનામ આખ્યાનકાર,સચોટ કથાકાર,વિદ્વાન કમૅકાન્ડી તેમજ પ્રખર જ્યોતિષાચાર્ય એવા પંડિત મથુરાપ્રસાદ શ્રીમાળીનું નામ પણ માનભેર લેખવી શકાય.આ ઉપરાંત તેમના પુત્ર વ્યવસાયે શિક્ષક હોવા છતાં પિતાશ્રીની છત્રછાયા માં રહી સંગીતની આરાધના દ્વારા ઉચ્ચ કોટીના ભજનીક બની લાખો લોકોના હૃદયસમ્રાટ નુ બિરુદ પામેલા મહેશ ભાઈ શ્રીમાળીનુ પણ વિસનગરના વિરલ ઈતિહાસમાં અનેરુ સ્થાન રહેલું છે.કુદરતની ક્રૂર મજાક સમાન કૉરોના મહામારીના કપરા સમયમાં અનેક કુટુંબોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આમજ કોરોના બિમારીના કારણે ગત ૧૮મી એપ્રિલ ના રોજ મહેશભાઈ શ્રીમાળીનુ અવસાન થયેલ.પોતાની હયાતીમાં જ સુસંસ્કારી અને આજ્ઞાકારી પુત્રના અવસાન ના ઘેરા શોકથી વ્યથીત મથુરાપ્રસાદ મહારાજ આ વસમો આઘાત સહન ન કરી શકતા તેમજ તેઓ પણ કોરોનાગ્રસ્ત હોવાથી પુત્રના મૃત્યુના ફક્ત બે દિવસમાં તેમનું પણ અવસાન થવા પામ્યું હતું. આમ,પરિવારજનો સહિત વિસનગર નગરી તેમજ તેમના ચાહકવર્ગને આ આઘાત સહન કરવાનો વારો આવ્યો હતો. લોકપ્રસિધ્ધિ અને લોકચાહના પામેલા આ બન્ને પિતા-પુત્રના આકસ્મિક અવસાનથી સમસ્ત ગુરુ બ્રાહ્મણ સમાજ સહિત સમગ્ર પંથકમાં ભારે દુઃખ સાથે ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તે સમયે અનેક સ્નેહીજનો દ્વારા આ પિતા-પુત્રને ટેલિફોનિક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
પ્રર્વતમાન સમયે હવે જ્યારે કોરોનાના કેસોમાં સતત ઘટાડો થવા પામ્યો છે તેમજ સરકાર દ્વારા લૉકડાઉનના નિયમો માં કેટલાંક નિયમોને આધીન છૂટછાટ આપવામાં આવી છે.આથી જનજીવન પણ ધીમે-ધીમે થાળે પડી રહ્યું ત્યારે શ્રી મહર્ષિ તેજાનંદ સ્વામી સેવા સંઘ, કાંસા એન.એ.વિસ્તાર વિસનગર તથા ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ, મહેસાણા જિલ્લા ઘટક દ્વારા સ્વ.શ્રી મથુરા પ્રસાદ મહારાજ તથા સ્વ.શ્રી મહેશભાઈ શ્રીમાળીની ત્રિમાસિક પૂણ્યતિથિ-શ્રદ્ધાંજલિ-પ્રાર્થનાસભા કાર્યક્રમ કોરોના એસઓપી અનુસાર વિસનગર સ્થિત આદર્શ વિદ્યાલયના હૉલ ખાતે યોજવામાં આવ્યો હતો. વિસનગરની જાણિતી સંસ્થા જ્યોતિ હૉસ્પિટલ ના ડાયરેક્ટર અને સેવા ભાવી ડૉકટર મિહિરભાઈ જોષી,જાણિતા સજૅન ડૉ.કિરિટભાઈ શાહ તથા માસ ફાયનાન્સિયલ લિમિટેડના રીજીયોનલ મેનેજર ભરતભાઈ બારોટ ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ પ્રાથૅના સભામાં સ્વગૅસ્થ બંન્ને પિતા-પુત્ર મહાનુભાવોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ તેમના પરિવારજનો ને શોકસંદેશ પાઠવવામાં આવ્યો હતો.આ શ્રદ્ધાંજલિ સભામાં વિસનગર શહેર-તાલુકાના સ્નેહીજનો ઉપરાંત અમદાવાદ,ગાંધીનગર, મહેસાણા,પાલનપુર સહિત સમગ્ર ગુજરાતમાંથી સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી શ્રધ્ધાસુમન અપૅણ કયૉ હતા.શ્રી મહર્ષિ તેજાનંદ સ્વામી સેવા સંઘ,કાંસા એન.એ. વિસ્તાર વિસનગરના પ્રમુખ હિમ્મતલાલ તપોધન તથા મહામંત્રી વિમલભાઈ શ્રીમાળી તથા કારોબારી સભ્યોએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારે જહેમત ઉઠાવી ખડેપગે સેવા આપી હતી.ઉપરાંત ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ,મહેસાણા જિલ્લા ઘટકના પ્રમુખ પ્રવિણભાઇ ગાંધી તેમજ કારોબારી સભ્યોએ તેમનો અમૂલ્ય સહયોગ આપ્યો હતો.કાયૅક્રમના અંતે સ્વર્ગસ્થના પરિવાર વતી મહેશભાઈ શ્રીમાળીના જ્યેષ્ઠ પુત્ર હિમાંશુભાઈ શ્રીમાળી દ્વારા સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.સમગ્ર શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું સંચાલન ગુરુ બ્રાહ્મણ સમાજના જાણિતા પ્રવક્તા અને કમૅશીલ ભાનુભાઈ દવે તથા સામાજિક અગ્રણી જશુભાઇ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here