બોડેલીના જબુગામના બરજોરપુરા ફળીયામાં વરસતા વરસાદમાં બાર ફૂટ લાંબા મહાકાય અજગરનુ રેસ્કયુ કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના જબુગામેથી ૧૨ ફુટ લાંબો અજગર વરસતા વરસાદમાં જોવાયો હતો જેને બોડેલી વાઈલ્ડ લાઈફ ટીમના સદસ્યો અને બોડેલી ફોરેસ્ટ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મહાકાય અજગરને અંધારામાં ટોચૅના સહારે સિફતપૂર્વક પકડી જાંબુઘોડા અભયારણ્ય વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો બોડેલી તાલુકાના જબુગામના બરજોરપુરા ફળીયાના રહેણાંક વિસ્તારમાં નીલગીરીના ઝાડી ઝાંખરામા સાંજના આઠ વાગ્યે વરસતા વરસાદમાં લપાઈ રહેલા બાર ફૂટ લાંબા અજગરને જોતાં જ ગ્રામજનોએ બોડેલી રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાણ કરતા બોડેલી વનવિભાગના ફોરેસ્ટ મંગુભાઇ બારીયા તેમજ બોડેલી વાઈલ્ડ લાઈફ ટીમના સભ્યો મનોજ ભોઈ, પ્રદિપ બારીયા,અને માઈકલ બારીયાએ અજગરનુ રેસ્કયુ કરી પકડી લીધો હતો બાર ફૂટ લાંબા અને જાડાઈ ધરાવતા ૨૪ કિલો વજનનો અજગર દેખા દેતા નાશભાગ મચી જવા પામી હતી અજગરને વરસતા વરસાદમાં બોડેલી વાઈલ્ડ લાઈફના સદસ્યો અને બોડેલી વનવિભાગ દ્વારા સંયુક્ત રીતે રેસ્કયુ કરી સિફતપૂર્વક પકડી જાંબુઘોડા અભયારણ્યના કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here