બોડેલી તાલુકામા ભારે વરસાદને કારણે જબુગામના જુના સરકારી દવાખાનાની તેમજ રણભુણ જૂથ ગ્રામ પંચાયતના પાટીયા પ્રાથમિક શાળાની સંરક્ષણ દિવાલ ધરાશાયી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકામા ભારે વરસાદને કારણે જબુગામના જુના સરકારી દવાખાનાની સંરક્ષણ દિવાલ અને બોડેલી તાલુકાના રણભુણ જૂથ ગ્રામ પંચાયતના પાટીયા પ્રાથમિક શાળામાં રવિવારે રાત્રે ભારે વરસાદના કારણે શાળાની સંરક્ષણ દીવાલ પર નીલગીરીનુ મસમોટું વૃક્ષ દિવાલ પર પડતાં દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી જેને લઈ પાટીયા પ્રાથમિક શાળાના એક રૂમને નુકસાન થયું હતુ જોકે સદનસીબે તે સમયે શાળા ચાલુ નહોતી જેથી શાળાના બાળકોને કોઈ નુકસાન થયું નહતુ જ્યારે શાળાની એક રૂમને નુકસાન પહોંચ્યું છે માટે કોઈ નાની મોટી દુર્ધટના ધટે તે પહેલાં તંત્ર આ અંગે કોઈ મરામત કે કાયૅવાહી કરે તે બાળકોના હિતમાં હોવાનું રણભુણના સરપંચ પ્રકાશભાઈ રાઠવા અને ગ્રામજનોએ જણાવ્યું હતુ(ફોટો વિગત): બોડેલી તાલુકાના પાટીયા પ્રાથમિક શાળાની સંરક્ષણ દિવાલ પર વરસતા વરસાદમાં ઝાડ પડવાના કારણે દિવાલ ધરાશાયી થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here