છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની મોરખલા ગ્રામ પંચાયતમાં વિકાસના કામો માત્ર કાગળ ઉપર સ્થળ ઉપર કામો કર્યા વગર રૂપિયા ૫૦ લાખ ઉપાડી ગેરરીતિ કરી હોવાનો ગામ લોકોના ગંભીર આક્ષેપ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લામાં એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યાં છે ત્યારે ,વધુ એક કૌભાંડની તપાસ માટેની રજુઆત જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી છોટાઉદેપુર તેમજ બોડેલી તાલુકા વિકાસ અધિકારી બોડેલી ને કરતા તપાસ નો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે

બોડેલી તાલુકાના મોરખલા ગામના જાગૃત નાગરીક રોહિતભાઈ ભગીરથભાઈ સોલંકીએ વર્ષ ૨૦૧૭ થી વર્ષ ૨૦૨૨ ના મોરખલા જૂથ ગ્રામ પંચાયત ના વિકાસ ના કામો ની રાઈટ ટુ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ માહિતી માંગવામાં આવી હતી, જેમાં મોરખલા જૂથ ગ્રામ પંચાયતના વિકાસના કામોની મળેલ માહિતી મુજબ ગ્રામ પંચાયત માં કામો નહીં જણાય આવતાં , ૧૫ જેટલાં વિકાસનાં કામો કર્યા વગર નાણાં નું ચુકવણું થઈ ગયેલ હોવાની લેખિત અરજી કરવામાં આવી હતી, કે અંગે બોડેલી તાલુકા પંચાયત ની ટીમ દ્વારા મોરખલા ગ્રામ પંચાયત માં અરજદાર ને સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવી છે,

મોરખલા જૂથ ગ્રામ પંચાયત માં છગનભાઈ ફૂલાભાઈ નાયકા ના ઘરે પાસે ૨,૫૦,૦૦૦ રૂપિયા ખર્ચે નાડું બનાવ્યું નું બતાવવામાં આવ્યું છે પરંતુ આ સ્થળ ઉપર બનેલ નથી, જયારે આદિવાસી ફળિયામાં રૂપિયા ૨,૫૦,૦૦ ના ખર્ચે ગટર લાઈન બનાવવામાં આવેલ હોવાની માહિતી આપવામાં આવી હતી પરંતુ આ ફળિયામાં પણ કોઈ ગટર લાઈન બનાવવામાં આવેલ નથી, તેમ આ ફળિયામાં સુમનભાઈ બારીયા જણાવી રહ્યા છે,

મોરખલા રાઠવા અને નાયકા સમાજના સ્મશાન તરફ જવાના રોડ પર રૂપિયા ત્રણ લાખના ખર્ચે કોઝ વે બનાવવામાં આવેલ તેવી માહિતી આપવામાં આવી પરંતુ આ સ્થળે કોઝવે બનાવવામાં આવેલ નથી તેમ રોહિતભાઈ પટેલ જણાવી રહ્યા છે,

મોરખલા થી કાછલા ને જોડતાં રોડ પર રૂપિયા પાંચ લાખના ખર્ચે આર સી સી રોડ નું કામ બતાવવામાં આવેલ છે તેમ બતવવામાં આવ્યું છે પરંતુ આ રોડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર બનાવવામાં આવેલ છે, અને આ રોડ પર કોઈ જગ્યાએ આર સી સી રોડ બનાવવામાં આવ્યો નથી તેમ અરજદાર રોહિત ભગીરથભાઈ
જણાવી રહ્યા છે

આ ઉપરાંત ગ્રામ પંચાયત માં કુલ ૧૫ કામો માં કામો કર્યા વગર કામો બતાવી દેવામાં આવ્યા છે, તેવા ગામ લોકો આક્ષેપો કર્યા છે

મોરખલા ગ્રામ પંચાયત વિકાસના કામો માં ગેરરીતિ થયા હોવાનો આક્ષેપ કરતી અરજી ના આધારે તાલુકા પંચાયત ની ટીમ દ્વારા તપાસ માટે અરજદાર ને સાથે રાખી ચર્ચા ચાલતી હતી દરમિયાન બે જૂથો વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપો થતાં, મામલો ઉગ્ર બન્યો હતો, અને તપાસ અટકી જવા પામી હતી,
જે અંગે વિસ્તરણ આધિકારી એ હાલ આ અંગે હાલ તપાસ ચાલુ છે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here