બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૫૭ લાખના વિકાસના કાર્યોનું ખાત મુર્હત અને લોકાર્પણ કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

રોડ રસ્તાઓ,પાણીની પાઇપ લાઈન,ભૂગર્ભ ગટર,સ્મશાન અને મંદિરની દીવાલો,કોઝવે સહિતના વિકાસના કામોનો શુભારંભ થતા ગામલોકોમાં ખુશીની લાગણી પ્રસરી

લાઠીબાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા બાબરા તાલુકાના પંચાળ વિસ્તાર ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ તેમજ માળખાકીય સુવિધાઓ મળે તે માટે વિવિધ યોજનાઓ તેમજ ધારાસભ્યની ગ્રાન્ટ અને રાજ્ય સરકારમાંથી મજૂર કરાવી વિકાસના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ત્યારે બાબરા તાલુકાના પંચાળ વિસ્તાર સમઢીયાળા,વાંકીયા,તાઇવદર,લાલકા,અને સુકવળા સહિતના ગામડાઓમાં રોડ રસ્તાઓ,પાણીની પાઇપ લાઈન,સ્મશાન દીવાલ,ભૂગર્ભ ગટર,શાળાઓની દીવાલ,મંદિરની દીવાલો સહિત ના આશરે ૫૭ લાખથી વધુ રકમના વિકાસના કામોના ખાત મુરત અને લોકાર્પણ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવતા પંચાળ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી હતીઅહીં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે બાબરા તાલુકાના પંચાયત અને જિલ્લા પંચાયતના વાર્ષિક આયોજન તેમજ એટીવીટી તેમજ ધારાસભ્યની ગ્રાન્ટ અને અમુક વિકાસના કામો રાજ્ય સરકાર પાસેથી મંજૂર કરાવી લોકોને પૂરતી સવલત પુરી પાડી છે.
તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકાર્પણ અને ખાત મુરત પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ,પ્રમેજીભાઈ સોસા,પ્રવીણ ભગત,ખોડુભાઈ દરબાર,સવાભાઈ સરવૈયા,વસુભાઈ ભરવાડ,પોલાભાઈ ઝાપડીયા,સુખાભાઈ કોઠીવાળ,ગેલાભાઈ દેવીપૂજક,ચનાભાઈ મેટાળીયા,પ્રવીણભાઈ મેતા,હરદેવભાઈ ચાવડા,સહિતના સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચો અગ્રણીઓ તાલુકાના પંચાયતના સભ્યો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે પંચાળ વિસ્તારના લોકોને જણાવ્યું હતું કે ગામડાઓનો વિકાસ કરવો એ પોતાનો પ્રથમ ધ્યેય અને લક્ષ્ય છે ગામડાઓ રોડ રસ્તો અને સુવિધાઓ સજ્જ બને તેમાટે જરૂરી તમામ મદદ ધારાસભ્ય તરીકે કરી રહ્યા છે અને ગામના સ્થાનિક અગ્રણીઓ ને અનુરોધ કરતા જણાવ્યું હતું કે આપના ગામમાં ખૂટતા વિકાસના કામોની લેખિતમાં પોતાને રજુઆત કરવા અંતમાં જણાવ્યું હતું ગ્રામ્યલક્ષી કામગીરીને ધારાસભ્ય દ્વારા કરવામાં આવે છે તમામ ગામોએ નોંધ લઇ ધારાસભ્યશ્રી અભિનંદન આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here