પંચમહાલ : શહેરા તાલુકાના મહેલાણ ગામે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જિલ્લામાં 705 કરોડના વિવિધ વિકાસ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

વૈશ્વિક મહામારી એવા માનવભક્ષી કોરોના વાયરસ સામે માનજ જીવન જંગ જીતવાની તૈયારીમાં છે. દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે કોરોનાથી રક્ષણ આપતી વેકસીનને ફ્રી આપવાની જાહેરાત કરી છે જે 3000 કિંમતની છે. ફ્રી આપવાની વાત બધા માટે આનંદની વાત છે. કેન્દ્ર સરકાર દ્વારા એક રસીના આકસ્મિક ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આગામી એકાદ અઠવાડિયા બાદ રાજ્યમાં કોરોના વાયરસ સામે વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કોરોના વાયરસના નવા સ્ટ્રેન અંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પહેલાથી જ જાગૃત છે. બ્રિટનથી આવેલા તમામના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે.નિષ્ણાતો દ્વારા ખાસ કાળજી લેવામાં આવી રહી છે જેથી અન્યને ફેલાવો ન થાય.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પંચમહાલના નાગરિકોને રૂ. ૭૦૫ કરોડના વિકાસ કામોની ભેટ આપતા વધુમાં જણાવ્યું છે હતું કે, રાજ્યમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે સરકાર દ્વારા પાણી પુરવઠા અને સિંચાઇની વ્યાપક યોજનાઓ બનાવી તેનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ગેસ વીજળીની જેમ જ એક લાખ કિ. મિ. લાંબી પાણી લાઇનની ગ્રિડનું નેકવર્ક બનાવવામાં આવ્યું છે.રાજ્યમાં નલ સે જલ યોજનાને ૨૦૨૨ સુધીમાં સાકાર કરવા પ્રતિમાસ એક લાખ ઘરને નળ જોડાણ આપવાના લક્ષ્યાંક સાથે સરકાર કામ કરે છે.મુખ્યમંત્રી એ કોંગ્રેસના સાશનકાળને ટાંકી શાબ્દિક ચાબખા મારતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં ચૂંટણી ટાણે જ યોજનાના ખાતમુહૂર્તના નાટકો કરવામાં આવતા હતા અને મત મળી જાય પછી એ યોજનાને ભૂલી જવાતી હતી.અમારી સરકાર જે યોજનાના ખાતમુહૂર્ત કરે છે એના લોકાર્પણ પણ કરે છે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ અને જેટલું થઇ શકે એમ હોય એટલું જ કહીએ છીએ.જેની સામે ભાજપની સરકારે લોકોના પૈસાનો પાઇપાઇનો હિસાબ રાખી ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શક શાસન આપ્યું છે.રાજ્ય સરકાર દ્વારા આદિવાસીઓ, ગરીબો, શ્રમિકો, ખેડૂતો અને મહિલા-બાળકોની વિશેષ દરકાર રાખવામાં આવે છે.કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા,રાજ્ય પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, રાજયમંત્રી જયદ્રથસિંહ પરમાર સહિત સ્થાનિક સાંસદ, ધારાસભ્યો,પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here