બાબરાનું આસ્થાનું કેન્દ્ર એટલે કે વડલી વાળા મેલડી માં નું ધામ… જ્યાં ભવ્યાતિ ભવ્ય માંડવાનું આયોજન

બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

અમરેલી જિલ્લાના બાબરા ખાતે આવેલ સુપ્રસિદ્ધ જૂના તળાવ મેલડી માતાજીના મંદિર ખાતે આગમી ચૈત્ર સુદ શનિવારને તા.3 એપ્રિલથી બે દિવસ મેલડી માતાજીનાં 23માં મંડપનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. કોરોના કાળના બે વર્ષને બાદ કરતા છેલ્લા 25 વર્ષ વર્ષથી યોજાતો મેલડી માતાજીનો મંડપ ઉત્સવ આ વર્ષે ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરાયું છે. જેમાં દર વખતની માફક આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી ધારણા છે.
બાબરાનાં જૂના તળાવ વાળા મેલડી માતાજી મંદિરના અનન્ય સેવક શ્રી રાજુભાઇ જેઠવા (રાજકોટ વાળા)એ જણાવ્યુ હતુ કે, કોરોનાના કારણે બે વર્ષ આયોજન બંધ રાખ્યા બાદ આ વર્ષે ચેત્રસુદ બીજ તા.3 એપ્રિલથી બે દિવસ માતાજીના નવરંગ મંડપ મહોત્સવનું ભવ્ય આયોજન કમરવામાં આવેલ છે. ચૈત્રસુદ એકમને તા. બીજી એપ્રિલે સવારે 9 વાગ્યે સામૈયુ કાઢવામાં આવશે જે ચામુંડા માતાજીના મઢ, ચમારડી ઝાંપો, ધારપરાથી સમસ્ત બાબરા ગામમાં વાજતે-ગાજતે ફરી બપોરે એક વાગ્યે શ્રી મેલડી માતાજીના ધામ, જૂના તળાવ, નીજ સ્થાને પહોંચશે.
જયારે ચૈત્રસુદ બીજ ને તા.3 એપ્રિલના રોજ સવારે 9 કલાકે સ્થંભ રોપણ અને સવારે 10 કલાકે મંડપ મૂહૂર્ત રાખેલ છે. ચૈત્ર સુદ ત્રીજને તા.4 એપ્રિલના રોજ પહેલી સવારે શુભ ચોઘડીયા સ્થંભ ઉથાપન થશે.
આ પૂર્વે તા.3 એપ્રિલને રવિવારના રોજ માતાજીના મંડપ સાથે સવારે 10થી બપોરે 3 અને સાંજે 7થી રાત્રે 9 વાગ્યા સુધી મહાપ્રસાદ રાખેલ છે. આ ભવ્ય મંડપ મહોત્સવમાં બાબરા તાલુકા તથા અમરેલી જિલ્લાાં સમસ્ત ગામોને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. બાબરા તાલુકા ઉપરાંત આસપાસના 112 ગામના લોકો મંડપમહોત્સવ દરમિયાન ધૂમાડા બંધ મહાપ્રસાદનો લાભ લેશે.

રાજુભાઇ જેઠવાએ વધુમાં જણાવ્યુ હતુ કે, મંડપ મહોત્સવના આયોજનને બાબરાના તાપડીયા આશ્રમનાં મહંતશ્રી ઘનશ્યામદાસ બાપુ, નાનાગોપનાથના મહંત શ્રી પુનમગીરી બાપુ, પરબધામના શ્રી કરશનદાસ બાપુ તેમજ મુકતાનંદ આશ્રમ-દ્વારકાના શ્રી ભરતદાસબાપુના આર્શિવાદ મળી રહ્યા છે.

મંડળ મહોત્સવ દરમિયાન રાવળદેવ શ્રી હરદેવભાઇ (શિવરાજપુર), શ્રી હિતેશભાઇ (ગોંડલ), શ્રી જીવણભાઇ (શિવરાજપુર), શ્રી જીતેન્દ્રભાઇ (ગોંડલ) તથા શ્રી ધર્મેશભાઇ (રાજકોટ)

માં શક્તિના આરાધ્ય દેવાયતભાઇ ખવડ, અનુભા ગઢવી, રાજભા ગઢવી, ગમનભાઇ સાંથલ, કિરીટભાઇ ગઢવી, તથા ઉદયભાઇ ધાધલ ઉપસ્થિત રહેશે.

આ ભગીરથ આ યોજનમાં રાધાકૃષ્ણ ગરબી મંડળ-બાબરા, ધારપરા ગરબી મંડપ-બાબરા, વેલનાથ યુવક મંડળ-બાબરા, શ્રી અંબાજી મિત્રમંડળ-વડાળી અને નિલવડા યુવક મંડળ-નિલવાડા સહભાગી બની રહ્યા છે.

માતાજી મંડપના લાભાર્થે ભેટ પુજા આપવા ચંદ્રેશભાઇ વાળા (9825703242), વિપુલભાઇ ઠકકર (98792 98237), રાજુભાઇ સાવલીયા (97236 60940), તથા હિતેશભાઇ મહેતા (97149 76798)નો રૂબરૂ સંપર્ક સાધવા જણાવ્યું છે.

બાબરાના આ મેલડીધામમાં તા.6-3-20થી 10 વર્ષના અખંડ પાઠનું આયોજન ચાલુ છે. દરરોજ સવારે 6થી 9 11 કુંડી લધુ લઘુરૂદ્ર હોમાત્મક યજ્ઞ અને 9-30થી બપોરે 12-30 સુધી હોમાત્મક નવચંડી યજ્ઞ અવિરત ચાલી રહેલ છે. આ યજ્ઞ માટે બનારસ યુનિવર્સિટીનાં 18 પંડિત છેલ્લા બે વર્ષથી નિત્યક્રમ કરી રહ્યા છે. વિશ્ર્વમાં સતત દસ વર્ષ સુધી યજ્ઞ ચાલુ રાખવાનો આ એક અનોખો પ્રયાસ છે અને આ માટે કોઇપણ પાસેથી ફાળો પણ લેવામાં આવતો નથી. શ્રી મેલડીધામમાં અખંડ યજ્ઞ સાથે 24 કલાક અન્નક્ષેત્ર ધમધમે છે અને વિશાળ ગૌશાળામાં ગૌમાતાની સેવા થઇ રહી છે.
આ અલૌકિક ધાર્મિક મહોત્સવના લાભ લેવા દરેક ધર્મપ્રેમી લોકોને આયોજન શ્રી રાજુભાઇ જેઠવા દ્વારા અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here