સિદ્ધપુર હાઈવે પર ટ્રાફિક સમસ્યા સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

હાઈવેની સિક્સલેન કામગીરી અંતર્ગત અપાતા ડાયવર્ઝન વાહન ચાલકો માટે શિરદર્દ બન્યા…

સિદ્ધપુર માં હાઈવે રોડ ના મંથરગતિએ ચાલતા વિસ્તૃતિકરણના કામ થી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.હાઈવે ને ફોરલેન માંથી સિક્સલેન બનાવવા ઠેર-ઠેર રોડ ને તોડી નાખવામાં આવ્યો છે. આથી રોડ ઉબડ-ખાબડ બની જવા પામ્યો છે. કાકોશી ચાર રસ્તાથી ખળી ચાર રસ્તા સુધીના રોડ ઉપર ઊડતી રેત-કપચીથી વાહનચાલકોને તેમાંય દ્વિ ચક્રી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.આ ચાલતા રોડકામ અન્વયે અનેક સ્થળો એ ડાયવર્ઝન આપી દેવાતા દિવસ માં અનેક વખત ટ્રાફિકજામની જટિલ સમસ્યા સર્જાતી હોય છે. આથી ઈમરજન્સી વાહનો સહિત અનેક વાહનોની લાંબી-લાંબી કતારો લાગી જતી હોય છે.આવી ટ્રાફિક સમસ્યા વખતે પોલીસ કે ટીઆરબી જવાનો પણ નજારત જોવા મળતા હોય છે.આ હાઈવે ઉપર દિવસે વાહનો ની અવરજવર વધુ પ્રમાણ માં હોય છે.આવા સમયે અવર-જવર માટે ફકત સિંગલ લાઈન હાઈવે જ ચાલુ રહેતો હોવાથી બન્ને તરફ વાહનો ની લાંબી કતારો લાગી જતી હોય છે. આજેય સિદ્ધપુર હાઈવે ઉપર અલગઅલગ આપેલા બે ડાયવર્ઝનના કારણે બિન્દુસરોવર થી ખળી ચાર રસ્તા સુધી તેમજ આઈઓસી સર્કલ થી કાકોશી ચાર રસ્તા સુધી વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી. જેમાં અનેક વાહનો લાંબા સમય સુધી ફસાઈ જવા પામ્યા હતા.એક તરફ પરીક્ષા નો સમય હતો તેવા જ સમયે ટ્રાફિકની જટિલ સમસ્યા માં વાહનો ફસાઈ જતા અનેક પરિક્ષાર્થીઓ કફોડી સ્થિતિમાં મુકાઈ જવા પામ્યા હતા.આ સમસ્યા ના નિરાકરણ માટે આ રોડનું કામ જયાં સુધી ચાલે છે ત્યાં સુધી કાકોશી ચાર રસ્તાથી ખળી ચાર રસ્તા સુધી તબક્કાવાર કામ હાથ ધરી ઓછામાં ઓછા ડાયવર્ઝન આપવામાં આવે તેમજ સમયાંતરે પાણી છંટકાવ કરવામાં આવે એવું વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here