બાબરામાં પોલીસ દ્રારા માસ્ક ન પહેરનાર અને કાયદાનું ઉલ્લઘન કરનાર સામે લાલ આખ કરવામાં આવી

કુલ ૧૩ વાહનો ને કુલ રૂ.૨૦૦૦ તેમજ માસ્ક ન પહેરવા બદલ ૪ વ્યકતીઓ પાચેથી કુલ રૂ.૪૦૦૦ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો

હિરેન ચૌહાણ, બાબરા

અમરેલી પોલિસ અધિક્ષક શ્રી નિર્લીપ રાય સાહેબની સુચના અને બાબરા પો.ઈમ્સ એસ.એન.ગોહિલ સાહેબ તથા પી.એસ.આઈ. શ્રી વી.વી. પંડ્યા સાહેબ તથા પોલિસ સ્ટાફ સ૨થો ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેંકીગની ડ્રાઈવ રાખી નંબર પ્લેટ વગરના તુટેલી નંબર પ્લેટ ફેન્સી નંબર પ્લેટ વાળા કુલ ૧૩ વાહનો ડીટેઈન કરેલ છે. તેમજ આ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. તેમ પો.ઇમ્સ એસ.એન ગોહિલ સાહેબેએ જણાવેલ છે.

આ ડ્રાઈવમાં બિન કાયદેસર કુલ ૧૩ વાહનો ડીટેઈન કરેલ છે જેને સ્થળ પર કુલ રૂ.૨૦૦૦ દંડ વસુલ કરવામાં આવેલ છે. તેમજ શહેરમાં માસ્ક વગર આડાફેરા મારતા કુલ ૪ વ્યક્તીઓનો કુલ રૂ.૪૦૦૦ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here