શહેરા તાલુકાના પટિયા ગામે ધમધમતા ઈંટોના ભઠ્ઠાઓ પર ખાણખનીજ વિભાગનો સપાટો…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા ના પરા વિસ્તાર માં તથા અંતરિયાળ ગામડાઓમાં બિલાડીના ટોપની માફક ગેરકાયદેસર ઇંટોના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. ખાણ ખનિજ ખાતાના અધિકારીઓ પરા વિસ્તાર પટિયા ગામેં પટિયા પ્રાથમિક શાળા સામે આવેલા ગેરકાયદેસર ઇંટોના ભઠ્ઠાઓ ઉપર આવી પહોંચ્યા હતા.અને ખાણ ખનિજ ખાતાના અધિકારીઓ એ સર્વે કરી છાપા મારી કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે. પણ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જતા રહેતા અનેક ચર્ચાઓ ચાલી હતી.
શહેરા તાલુકાના પરા વિસ્તાર તથા અંતરિયાળ ગામડાઓમાં બિલાડીના ટોપની માફક ફાટી નીકળેલા ગેરકાયદેસર ઇંટોના ભઠ્ઠાઓ સામે તંત્ર મીઠી નજર રાખી રહી છે. ખાણ ખનિજખાતાના અધિકારીઓ સર્વે કરી છાપા મારી કાયદેસરની કાર્યવાહી કરે તે જરુરી છે.
શહેરા નગર અને તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ગામડાઓમાં ગેકાયદેસર રીતે કેટલાક ઈસમો દ્વારા ખાણ અને ખનિજ ખાતાની જાણ બહાર ગેરકાયદેસર રીતે ઈંટોના ભઠ્ઠા ચલાવવામાં આવી રહયા છે. શહેરા તાલુકા વિસ્તારમાં અનેક જગ્યાએ ઈંટો ના ભઠ્ઠા ગેરકાયદેસર રીતે ચાલતા હોવા છતાં સ્થાનિક તંત્ર અને ખાણ ખનિજ ખાતાના અધિકારીઓ આ સામે કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કરી રહયા છે. અમુક ગામોમાં આવા ગેરકાયદેસર ઈંટો ના ભઠ્ઠા ચાલી રહયા હોવાથી અમુક ખેતી પાક ને પણ નુકશાન થતુ હોવાનુ ખેડૂત આલમ મા ચર્ચાઇ રહયુ છે.અમુક ઈંટો ના ભઠ્ઠા કોઈપણ ખેડૂત ની જમીન ગીરો લઈને ઈંટો પાડતા હોય છે. ત્યારે તંત્ર કાર્યવાહી કરે તે જરુરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here