બાગાયતદાર ખેડૂતો માટે ચાલતી વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરેલ ઘાણાર્થીઓને સાધનીક કાગળો જમા કરાવવા જોગ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતો માટે, વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે હાઇબ્રીડ બિયારણ, છુટા ફુલો, મસાલા પાકો (વરિયાળી સિવાય), ફળ ઝાડ વાવેતર. વોટર સોલ્યુબલ ખાતર વેલાવાળા શાકભાજીના મંડપ, વગેરે જેવા ઘટકોમાં લાભ લેવા માટે તા.૨૨/૦૪/૨૦૨૩ થી તા.૩૧/૦૫/૨૦૨૩સુધી khedut Portal http://ikhedut.gujarat gov.in પર ઓનલાઇન અરજી કરેલ હોઇ અને અરજી માટે જરૂરી સાથેાનિક કાગળો સાથે કચેરીમાં જમા કરાવવાના બાકી હોય તો તાત્કાલિક પણે લાભાર્થીએ ઓનલાઇન અરજીની નકલ. ૭/૧૨ અને ૮-અ ની નકલ આધાર કાર્ડ, બેંક ખાતાની વિગત તથા જરૂરી તમામ સાધનીક કાગળો તા.૧૫/૦૬/૨૦૨૩ સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બીજો માળ,જીલ્લા સેવા સદન, છોટાઉદેપુર ખાતે મોકલી આપવામાંની રહેશે. જેથી સમયમર્યાદામાં મંજુરીઓ આપવાની કાર્યવાહી હાથ ધરી શકાય. જેની સર્વે ખેડુતોએ નોંધ લેવી. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે રૂબરૂ અથવા e-mail : ddhchhotaudepur@gmail.com પર અથવા ૦૨૬૬૯- ૨૩૨૬૨૫ સંપર્ક કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here