બહેરામપુરાના પ્રેમી પંખીડાને અલવા ગામેથી પકડી પાડતી ડભોઇ પોલીસ

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

છેલ્લા 10 માસથી ડભોઇ તાલુકાના બહેરામપુરા ગામની 19 વર્ષ છોકરી રાત્રિના સમયે ઘરેથી કહ્યા વગર નીકળ્યા બાદ ગુમ થયેલ અંગે ડભોઇ પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવવા પામી હતી. ડભોઇ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોશૅ ની મદદથી કચ્છ ભુજ જિલ્લાના અંજાર તાલુકાના રાધનપુર ગામે રહેતી અને વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના અલવા ગામે સંબંધીના ઘરે આવવા નીકળેલી અલવાગામેથી મળી આવતા સફળતા મળી હતી.
ડભોઇ પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર ડભોઇ તાલુકાના બહેરામપુરા ગામે રહેતા ઘનશ્યામભાઈ રામજીભાઈ રાઠોડીયા ની દીકરી છાયાબેન ઉંમર વર્ષ 19 તારીખ 22,4, 22 ના રોજ રાત્રી ના સમયે કહ્યા વગર ઘરેથી નીકળી ગુમ થઈ ગઈ હતી આ બનાવ અંગે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવ પામી હતી. વડોદરા રેન્જ આઇ.જી શ્રી સંદીપ સિંહ તેમજ જિલ્લા પોલીસ અધિકારી રોહન આનંદ ની સૂચના અનુસાર ગુમ થયેલા છોકરા છોકરી કિશોર કિશોરીઓને શોધી કાઢવા ડ્રાઈવ રાખવામાં આવી હતી તેઓના સુચના અનુસાર ડભોઈ વિભાગીય ડીવાયએસપી એ એમ પટેલ ના માર્ગદર્શન હેઠળ ડભોઇ પી આઇ એસ જે વાઘેલા ના નેજા હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એન પરમાર તેમજ હેડ કોન્સ્ટેબલ બાલુભાઇ તેમજ ડી સ્ટાફ ના દીપકભાઈ તથા અને અર્જુનભાઈ તેમજ યુવરાજસિંહ દિનેશભાઈ ભાવિકકુમાર કરણભાઈ ટીમ દ્વારા હ્યુમન ઈન્ટેલિજન્શ તેમજ ટેકનિકલ સોશૅ ની મદદથી છેલ્લા દસ મહિનાથી ગુમ થનાર કચ્છ ભુજ જિલ્લાના અંજાર તાલુકાના રાધનપુર ગામે રહેતી હોવાની અને વાઘોડિયા તાલુકાના અલવા ગામે સંબંધીના ઘરે મળવા આવવાની હોય ગુમ થનાર છાયાબેન ઘનશ્યામભાઈ રાઠોડીયા મળી આવતા ડભોઇ પોલીસને સફળતા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here