બનાસકાંઠા જીલ્લાના જૂદા-જૂદા ગામોમાં ભણશાલી ટ્રસ્ટ દ્વારા ૩૫ ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન અપાયા

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં હાલમાં કોરોનાની મહામારીના લીધે દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે સરકારની સાથે હવે વિવિધ સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. ત્યારે ભણશાલી ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી જીલ્લાના ડીસા, પાલનપુર, દાતા, સૂઇગામ, વાવ અને થરાદ સહીત ગામોમાં ૩૫ થી વધુ ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન અપાયા છે.

ડીસા શહેરમાં કાર્યરત ભણશાલી ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગાંધી લિંકન હોસ્પિટલમાં ગત વર્ષે કોવિડ-૧૯ હોસ્પિટલ શરૂ કરી અનેક દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ત્યારે હાલમાં પણ આ સંસ્થા દ્વારા કોરોનાના દર્દીઓ માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે કોરોનાના દર્દીઓને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા હેતુથી ભણશાલી ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી બનાસકાંઠા જીલ્લાના ડીસા, પાલનપુર, દાતા, સૂઇગામ, વાવ અને થરાદ જેવા ગામોમાં ૩૫ જેટલાં ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન અપાયા છે.

આ અંગે ડીસા ગાંધી લિંકન હોસ્પિટલના મેનેજર રમેશભાઇ દરજીએ જણાવ્યું હતું કે, ‘હાલમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન માટે હેરાન-પરેશાન ન થવું પડે અને તેમને સમયસર ઓક્સિજન મળી જાય તેવા હેતુથી ભણશાલી ટ્રસ્ટ દ્વારા ૩૫ ઓક્સિજન મશીન વિવિધ હોસ્પિટલોમાં અપાયા છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here