કાંકરેજ તાલુકાના શિહોરી ચેખલા હાઇવે રોડ ઉપર રાહદારી ને એસટી બસના અડફેટે લેતાં ગંભીર ઇજા પહોંચી

શિહોરી,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

મળતી વિગતો મુજબ બસ નંબર જીજે.18.z.6038 ના ડ્રાઈવર ડીસા તરફથી બસ લઈને આવતા હતા ત્યારે ચેખલા ગામનો યુવક ઠાકોર પલાજી ચત્રાજી મૂળ રહે ચેખલા વાળો રોડની બાજુમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ બસ ડ્રાઈવર એ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ ની અડફેટે આવતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક ધોરણે શિહોરી 108 દ્વારા સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ વધુ ઇજા પહોંચી હોવાથી પાટણ ખાતે રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ને સરકારી એસટી બસ ને શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ બાબતે હેડ કોન્સ્ટેબલ સેવંતીલાલ ચલાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here