બનાસકાંઠા : જિલ્લા ખાણ ખનિજ દ્વારા ડ્રોન ટેકનોલોજી થી ખનિજ ચોરી પકડી પાડી..

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ભુસ્તરશાસ્ત્રીશ્રી ની કચેરી બનાસકાંઠા દ્વારા જિલ્લામાં અવાર નવાર ખનીજ ચોરી રોકવા અવનવા ઉપાયો હાથ ધરવામાં આવે છે.. જ્યારે બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રીશ્રી સુભાષ જોષી ના માર્ગદર્શન હેઠળ બનાસ કાંઠા ની ટીમ દ્વારા તા.૧/૫/૨૦૨૨ ના રોજ ફરી એક નવો પ્રયાસ હાથ ધરી ડ્રોન સર્વેલન્સ થી બનાસકાઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરેલ તે દરમિયાન ડીસા તાલુકાના નાની આખોલ બનાસ નદી પટ્ટ માં બિન અધિકૃત રીતે ચાલતા એક ટાટા હિટાચી મશીન , એક સાદી રેતી ભરેલ ડમ્પર તેમજ એક ટ્રેક્ટર કે જેના નબર અનુક્રમ ૧.GJ 02VV 3855 ૨. GJ 18 BC 8094 છે જેને પકડી કુલ ૬૦ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી આગળ ની દંડકીય કાર્યવાહી હાથ ધરેલ છે.
ઉલ્લેખનીય છેકે ગત તા.૨૭/૦૪/૨૦૨૨ ના રોજ ભૂસ્તરશાસ્ત્રીશ્રી ની ટીમ દ્વારા વહેલી સવારે ખાનગી વાહનમાં ચેકીંગ હાથ ધરી ને ડીસા ધાનેરા રોડ ઉપરથી કુલ – ૬ ડમ્પર ઝડપી પાડીને ૧૧.૫૦ લાખની દંડકિય વસુલાત ની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે
ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા આવી અવિરત કાર્યવાહિ ના પરિણામે ગત વર્ષ ખનિજ ચોરી ના કુલ ૪૮૬ કેસ પકડીને રૂ. ૬૫૯.૮૩ લાખની માતબર રકમની દંડની વસૂલાત કરવામાં આવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here