સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ નિયુકત સ્ટાફનો કોરોના પોઝિટિવ નીકળવાનો સીલસીલો યથાવત

કેવડીયા કોલોની,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જીલ્લામા 8 કોરોના પોઝિટિવ કેસો નોધાયા જેમાં 4 સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ નિયુકત કર્મચારીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણીના અવસરે કેવડીયા કોલોની ખાતેના આગમન પહેલા જીલ્લા વહીવટીતંત્ર સહિત આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારને કોરોના ફ્રી ઝોન બનાવવાની કવાયત ચાલતી હોય ને રોજબરોજ ફરજ નિયુકત કર્મચારીઓના કોરોના ટેસ્ટીંગ કરાતા કર્મચારીઓનો પોઝિટિવ નીકળવાનો સીલસીલો બેરોકટોક પણે ચાલુજ રહ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીખાતે ફરજ બજાવતા CISF ના જવાનો નર્મદા ડેમ સાથે સંકળાયેલા SRP ના જવાનો સહિત નર્મદા જીલ્લાના પોલીસ જવાનોના કોરોના ટેસ્ટીંગ કરાયા હતા જેમા મોટા પ્રમાણમા સુરક્ષા જવાનો પોઝિટિવ નીકળ્યા હતા. ટેસ્ટીંગનો સિલસિલો ચાલુ છે ત્યારે આજરોજ નર્મદા જીલ્લામા કુલ 8 કોરોના પોઝિટિવ કેસો નોધાયા હતા જેમા 4 કેસ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ નિયુકત સ્ટાફનાજ હોવાનું જીલ્લા આરોગ્ય વિભાગના એપેડેમીક મેડીકલ ઓફિસર ડો કશ્યપ દ્વારા જાણવા મળેલ છે.

આજરોજ જે કોરોના પોઝિટિવ કેસો નોધાયા તેમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ડેપ્યુટેશન પર નિયુકત પોઇચા ખાતે રોકાયેલા 1 કર્મચારી, નવ વાધપુરા આશ્રમ શાળા ખાતે રોકાયેલા 1 કર્મચારી અને તિલકવાડા ખાતે રોકાયેલા 2 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જીલ્લાના ગોપાલપુરા ખાતે થી 2 કંથરપુરા ખાતેથી 1 અને નવાપુરા ખાતેથી 1 કેસ પોઝિટિવ મળી આવ્યા છે જેથી જીલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા વધીને 1226 ઉપર પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here