ફિલ્મીઢબે કારનો પીછો કરી વિદેશી દારૂની 269 બોટલ ઝડપી લેતી મોરબી એલ.સી.બી.

મોરબી,
આરીફ દિવાન

મોરબી એલસીબી ના પો.હેડકોન્સ . સહદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ . વિક્રમભાઇ કુંગસીયાને ખાનગીરાહે હકિકત મળેલ કે , એક સફેદ કલરની હુંડાઇ I – 20 કાર નં- GJ 12 – CP – 2005 વાળીમાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરી માળીયા તરફથી મોરબી બાજુ આવતી હોવાની ચોકકસ હકિકત મળેલ હોય જે હકીકત આધારે મોરબી – માળીયા હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામના પાટીયા સામે હકીકત વાળી કારની વોચમાં હતા . દરમ્યાન કાર માળીયા તરફથી આવતા તેને રોકવા ઇશારો કરતા કાર ચાલકે હાઇવે રોડ ઉપર વાહનોના ટ્રાફીકનો લાભ લઇ કાર રોકેલ નહી જે કારનો પીછો કરતા કાર ચાલકે કાર ધરમપુર ગામની સીમમાં આવેલ સાગર હોટલ પાછળ મચ્છુ ડેમના ખુલ્લા પટ્ટમાં મુકી અવાવરૂ જગ્યાનો લાભ લઇ જતો રહેલ હોય જે કારમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો નંગ – ર૬૯- કીંમત રૂ .૯૧,૯૫૦ / – તથા હુંડાઈ I – 20 કાર નં- GJ – 12 – CP – 2005 કી.રૂ .૫,૦૦,૦૦૦ / – મળી કુલ કી.રૂ. ૫,૯૧,૯૫૦ / – નો મુદામાલ મળી આવતા હુંડાઈ -20 કાર ના ચાલક વિરૂધ્ધ મોરબી એલ.સી.બી.એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો દાખલ કરાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here