છોટાઉદેપુર નગરમાં આશરે ૨૦૦ જેટલાં તાજીયા શરીફની ઉજવણી શાંતિ પૂર્વ કરવામા આવી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર ખાતે સાંજની નમાઝ બાદ તાજીયા ને કસ્બા વિસ્તાર રહી શ્રી જાગનાથ મંદિર ની પાછળ ના રસ્તે રહીને કરબલા શરીફ ખાતે લઇ જવામા આવ્યા હતા આ સમયે સરકારી નિયમ અનુસાર પોલીસનો ચાંપતો બંદોબસ આપવામા આવેલ હતો અને પોલીસે પણ સારો બંદોબસ ગોઠવી સારી કામગીરી કરેલ છે અને તાજીયા શરીફ કસ્બા અખાડા પર તાજીયા બેસાડવામા આવ્યા ત્યાર બાદ હિન્દુ મુસ્લિમ તમામ કોમની વ્યક્તિઓ એ પોતાની શ્રધ્ધા સાથે તાજીયાના દર્શન કર્યા હતા ત્યારબાદ લોકો દર્શન કરી તાજીયાની છડી પોકારી તાજીયા ની રમત રમવા માટે મશગુલ થયા અને યા હુશેન ના નારા પોકારી નગારા વગાડી લોકો આનંદમય જોવા મળ્યા આમ બન્ને કોમની વ્યક્તિઓ ભેગા મળી શ્રધ્ધા સાથે હર્ષોંઉલ્લાસ સાથે સાથે યા હુશેન ના નારા સાથે વિસર્જન માટે લઇ જવામાં આવ્યા હતા આ ઝુલુસ સાથે આ તાજીયા ની ઉજવણી બાદ તમામ કોમના લોકો ગમગીન જોવા મળ્યા હતા જે આજે કોમી એકતાના ઉદાહરણ રૂપ જોવા મળેછે આમ ઉજવણી કરી વિસર્જન કરવામા આવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here