છોટાઉદેપુર : કવાંટ તાલુકાના સરહદી વિસ્તારના ગામ અંધારકાંચ ખાતે કૂવામાં મરામત કરવાં ઉતરેલા બે યુવાનો કૂવાની દીવાલ ઘસી પડતાં ફસાયા…

કવાંટ, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

ભારે જેહમત બાદ બહાર કાઢી બંન્નેવ યુવાનોને સારવાર અર્થે અલીરાજપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

છોટા ઉદેપુર જીલ્લા ની છેવાડે આવેલા મઘ્ય પ્રદેશ ના અલીરાજપુર જીલ્લા ના અંધારકાંચ્ ગામ માં આવેલાં કૂવા માં ગામ ના જ બે યુવાનો મરામત માટે ઉતર્યા હતા. પરતું હાલ ચાલી રહેલા ભારે વરસાદ ને કારણે કૂવાની દીવાલ ઘસી પડતાં બન્ને યુવાનો દટાઈ ગયા હતા. ગ્રામજનો ને જાણ થતાં તેઓએ છોટા ઉદેપુર ફાયર બ્રિગેડ ને જાણ કરતા તેઓ મઘ્ય પ્રદેશ ની સરહદ હોવા છતાં બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયા હતાં. અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જૉકે આ લખાય છે ત્યાં સુધી મઘ્ય પ્રદેશ ની રેસ્ક્યુ ટીમ આવી ગઈ હતી અને બન્ને ટીમો એ સાથે મળી અંધાર કાંચ્ ના યુવાનો ને સહી સલામત કૂવા માંથી ભારે જેહમત બાદ બહાર કાઢવયા હતા વરસાદના કારણે કૂવાની દીવાલ માંથી માટી મટોડું પડતું હતું જેથી અંધાર કાંચ ના રાજન કનેશ અને સુખરામ કનેશ તેને સિમેન્ટ અને રેતી વડે મરમ્મત કરવાં સવારે આઠ ના સુમારે ઉતર્યા હતા. જ્યારે મરમ્મત સમયે એકાએક કૂવાની માટી અને દીવાલ ઘસી પડતાં તેઓ દટાઈ ગયા હતા. છોટા ઉદેપુર નજીક પડતું હોવાથી જિલ્લાની રેસ્કયુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી . અને હાલ સુધી દટાયેલા આ યુવાનો ને બચાવવા કામગીરી કરી યુવાનોને ગંભીર ઇજા પોંહચતા અલીરાજપુર સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડ વામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here