પાવીજેતપુર તાલુકાના 175 શાળાના ૮૦૦ જેટલા શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરીને જૂની પેન્શન યોજના ચાલુ કરવા માંગ કરી

પાવીજેતપુર,(છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

સૌ કર્મચારીઓ ની એક જ માંગ, જૂની પેંશન યોજના… માત્ર જૂની પેંશન યોજના” જેવા નારા પણ કરવામાં આવ્યા હતા

જૂની પેંશન યોજના દરેક કર્મચારીઓ માટે કહું જરૂરી છે.તેથી કર્મચારીઓ ની આ માંગણી અને લાગણી છે.આજે સમગ્ર ગુજરાત ના જુદા જુદા કર્મચારીઓ ના સંઘ દ્વારા આજના દિવસે કાળી પટ્ટી ધારણ કરીને દરેક કાર્ય કરવાનું નક્કી કર્યું છે. જેથી પાવીજેતપુર તાલુકામાં ૮૦૦ જેટલા શિક્ષકોએ આજના દિવસ ને “બ્લેક ડે” તરીકે નક્કી કરવામાં આવ્યો છે. એ જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે વિરોધ કર્યો હતો.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર સરકાર દ્વારા લાગુ કરેલ નવી પેન્શન યોજના એટલે ટેન્શન યોજનાને બંધ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આજે સમગ્ર ગુજરાતમાં તમામ સરકારી કર્મચારીઓ દ્વારા આજરોજ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. તમામ સરકારી કર્મચારીઓના જણાવ્યા મુજબ નવી પેન્શન યોજના થી નિવૃત્તિ પછી ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવે છે તેમજ પાછલા સમયમાં આર્થિક રીતે ખૂબ મોટી સમસ્યાનો સામનો કરવો પડે તેમ છે અને રિટાયર્ડ થયા પછી નવી પેન્શન યોજનામાં માત્ર 2000 થી લઇ 2500 રૂપિયા નો પેન્શન પાત્ર થાય છે જે કર્મચારીના જીવનનિર્વાહ માટે ખૂબ જ ઓછી રકમ કહેવાય આ બાબતે સરકારશ્રીમાં અનેકોનેક રજૂઆત કરવામાં આવી પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યમાં જૂની પેન્શન યોજનાની અમલવારી સત્તાવાર રીતે કરવામાં નથી આવી રહી, જે બાબતે આજરોજતમામ પાવીજેતપુર તાલુકાના 175 શાળાના શિક્ષક ૮૦૦ જેટલા શિક્ષકો દ્વારા 1 એપ્રિલ 2022 ના રોજ બ્લેક ડે ઉજવી કાળી પટ્ટી ધારણ કરવામાં આવી હતી અને પોતાના ફરજ પર જોડાયા હતા. ગુજરાત સિવાય અન્ય રાજ્યો જેવા કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પંજાબ તથા બીજા ઘણા બધા રાજ્યોમાં જૂની પેન્શન યોજના સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવેલ છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી જૂની પેન્શન યોજના લાગુ ન કરતા તમામ સરકારી કર્મચારીઓ માટે આજરોજ NO PRUF ગુજરાત, રાષ્ટ્રીય કર્મચારી સંયુક્ત મોરચો ગુજરાત, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આહવાન થકી છોટાઉદેપુર જિલ્લાના તમામ શિક્ષકો નવી પેન્શન યોજનાના વિરોધમાં અને જૂની પેન્શન યોજના લાગુ કરાવવા માટે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here