મોરબી શહેર જિલ્લામાં પાલિકા પંચાયત જિલ્લા પંચાયતમાં દાવેદારી નોંધાવાનું કાર્ય શરૂ

મોરબી,
આરીફ દિવાન

પરંતુ મોરબી શહેરમાં ગંદકી અને ગાબડા ધારી માર્ગનું શું !!!?

મોરબી શહેર જિલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિત ની નામી અનામી પાર્ટીઓ અપક્ષો ચૂંટણી માટે ફોર્મ ભરવાની તડામાર તૈયારીમાં પ્રથમ દિવસે જ સરકારી કચેરીમાંથી ફોર્મ આવી ગયા છે ત્યારે મોરબી શહેર ના માર્ગો માં મોટા મોટા ગાબડા ઓ ના કારણે અકસ્માતમાં ગંભીર ભય રહ્યો છે શહેરભરમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળો પર થતી હોય તેમ ગંદકીના કચરા પણ જાહેર માર્ગો પર જોવા મળી રહ્યા છે પ્રજાહિત રાષ્ટ્રહિતની તકવાદી નેતાઓ ને કાંઈ પડી જ ન હોય તેમ પ્રજાના પ્રશ્નો કાયમી માટે શિરદર્દ રહ્યા હોય તેમ મોરબી વાંકાનેર હાઇવે પર સતત માર્ગો પર ગાબડા પડયા છે જેથી અકસ્માતની ઘટનાઓ અખબારોના સમાચાર અવારનવાર બની ચૂકી છે સર્વિસ રોડ પર રાજ પર ચોકડી થી લઈ મકનસર સુધી માર્ગ મરામત માંગે છે માળીયા ફાટક થી લઇ મહેન્દ્રનગર સુધીનો માર્ગ ગામડા ધારી બન્યો છે માળીયા ફાટક પીપળીયા સુધીનો માર્ગ બરાબર લાગે છે અધૂરામાં પૂરું મોરબીના વોર્ડ નંબર ૧ થી ૧૩ માં ઉભરાતી ગટરો અને કચરાના ગંજ જાહેર માર્ગો પર છાશવારે જોવા મળે છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દાવેદારી ઉમેદવારી કરનાર પ્રજાના પ્રતિનિધિ બનવા માંગતા ઉમેદવારોએ સ્વચ્છતા અભિયાન જાતે કરી પ્રજા ચિંતક કાર્ય કરવું જોઈએ તે આજના આધુનિક ટેકનોલોજી યુનિ લાગણી અને માગણી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here