કદવાલ,(છોટાઉદેપુર) આદિત્ય ગુપ્તા :-
છોટાઉદેપુર જિલ્લા પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા ગામ ના ગ્રૂપ પ્રાથમિક શાળા તથા શેઠ શ્રી એમ એ કદવાલ વાલા હાઈસ્કૂલ કદવાલ માં સરકાર દ્વારા લાગુ કરેલ નવી પેંશન યોજના એટલે ટેનશન યોજના ને બંધ કરી જૂની પેંશન યોજના લાગુ કરવા માટે સમગ્ર ગુજરાત રાજ્ય માં તમામ સરકારી કર્મચારીઓ ધ્વરા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો..
જે કર્મચારીઓ ના જણાવ્યા અનુસાર નવી પેંશન થી રિટાયર્ડ પછી ઘણું બધું નુકશાન વેઠવાનો વારો આવે તેમજ પાછલાં સમય માં આર્થિક રીતે ખૂબ મોટી સમસ્યા દુઃખજ સામનો કરવો પડે તેમ છે. જેના કારણે જૂની પેંશન યોજના લાગુ કરવા માટે વારંવાર સરકાર શ્રી ને રજુઆત કરવામાં આવી રહ્યુ છેત્યારે …ગુજરાત શિવાય અન્ય રાજ્યો માં જેમકે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને બીજા ઘણા રાજ્યો માં જૂની પેંશન યોજના જેતે રાજ્યો ની સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ ને જૂની પેંશન યોજના લાગુ કરવામાં આવેલ છે પરંતુ ગુજરાત સરકાર ધ્વરા હજુ સુધી પણ આ પેંશન યોજના લાગુ ન કરતા કર્મચારીઓ એ આજ રોજ કાળી પટ્ટી ધારણ પહેરી ને વિરોધ નોંધાવ્યો છે.