પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે શેઠ શ્રી એમ એ કદવાલવાલા હાઇસ્કુલ ખાતે ત્રણ દિવસીય ખેલ મહાકુંભ યોજાયો…

કદવાલ,(છોટાઉદેપુર) આદિત્ય ગુપ્તા :-

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલ કદવાલ ગામે શેઠ શ્રી એમ એ કદવાલવાલા હાઇસ્કુલ ખાતે ત્રણ દિવસીય ખેલ મહાકુંભ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ અંતર્ગત તારીખ ૨૩/૦૩/૨૦૨૨ ના રોજે શહીદ દિવસ ઉજવી N S S દ્વારા ખાસ શબરી યોજનામાં દેશભક્તિના ગીતોની ગુંજથી શાળા પરિસરની સાથો સાથ સમસ્ત કદવાલ ગામ દેશભક્તિમાં ઝૂમી ઉઠ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે તારીખ ૨૪/૦૩/૨૦૨૨ ના રોજે 51 કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં હતી. ત્યારબાદ ત્રીજા દિવસે એટલે કે તારીખ: ૨૫/૦૩/ ૨૦૨૨ ના શુક્રવારના રોજે તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ ખોખોની હરિફાઈ રાખવામાં આવી હતી જેમાં અનેક ટીમોએ ભાગ લીધો હતો અને ખેલના અંતે ખટાશની ટીમનો વિજેતા થયો હતો. ત્યાર બાદ સંચાલન મંડળ દ્વારા સૌને અભિનંદન પાઠવીબાળકોને ચા નાસ્તો તેમજજમાડીને રજા આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here