નર્મદા જીલ્લાના ડેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી…

ડેડીયાપડા,(નર્મદા) આશિક પઠાણ :-

ડેડીયાપાડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળાના બપોરે વાવાઝોડુ – ગાજવીજ સાથે વરસાદ પડતા લોકો મા ચિંતા નુ મોજુ

ડેડીયાપાડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ માં અચાનક પલટો આવતાં ઠંડીની લહેર પ્રસરી જવા પામી છે. ઉનાળો તેની ચરમસીમા એ જામ્યો છે જીલ્લા મા 41 ડીગ્રી એ તાપમાન નોધાઇ રહયુ છે ત્યારે દેડિયાપાડા તાલુકા ના જંગલ વિસ્તારમાં વરસાદ પડતા લોકો એ ગરમી માં રાહત મેળવી હતી.

ડેડીયાપાડા નાં રાલ્દા, મેડિયાસાગ, કાલબી, કાકરપાડા સહિત અનેક ગામોમાં ઉનાળા નાં ભર બપોરે ૨:૩૦ વાગ્યા ની આસપાસ વાવાઝોડા તેમજ ગાજવીજ સહિત જોરદાર મેધરાજા ની એન્ટ્રી થતાં લોકોમાં દોડ ધામ મચી જવા પામી હતી. તેમજ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ થી ખેતીના પાક ને નુકશાન થવાની ભીતી પણ ખેડૂતો માં સેવાય રહી છે. જ્યારે ભર ઉનાળામાં વરસાદી ઝાપટાંને કારણે પિયત દ્વારા કરવામાં આવેલ ઉભા પાકોને ભારે નુકસાન પોહચે તેવી દહેશત ખેડૂતો મા જોવા મળીરહી છે.

ડેડીયાપાડા નાં ગ્રામ્ય વિસ્તારોમાં પશુંનો ધાસ ચારો પણ પલળી જવા પામ્યો હતો. તેમજ ગામોમાં ખાડા ખાબોચિયાં પાણી થી ભરાઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here