પાલીતાણાથી ગારીયાધાર તરફ જવાનો માર્ગ બન્યું જોખમી…

પાલીતાણા, આરીફ દિવાન (મોરબી) :-

વિકાસ લક્ષી સરકારના રાજમાં તંત્રએ માત્ર કાગળો પર જ વિકાસ કર્યો કે શું ?

ગારીયાધર પાલીતાણા પંથકમાં મતદાર પ્રજાની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર વાહકો સ્થાનિક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ નિષ્ફળ નીકળ્યા હોય તેમ સમસ્યાઓની હારમાળા નો ભોગ મતદાર પ્રજા બની રહી છે લાખો કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરવામાં આવતી હોય તે ગ્રાન્ટ નો પ્રજાહિત કાર્યોમાં વપરાશ કેવો ? થયો છે એ તો સમસ્યાનો ભોગ બનતા મતદાર પ્રજા અનુભવી રહી છે હાલ ગ્રામ્ય વિસ્તારની ચૂંટણી અંતર્ગત આપણું ગામડું રળિયામણું બને અને ગ્રામ્ય વિસ્તાર નો વિકાસ થાય તે માટે પ્રજા ચિંતક પ્રજાના પ્રતિનિધિ ગ્રામ્ય વિસ્તારના સરપંચ બની ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાની સાથે સાથે સમાજીક પ્રવૃત્તિઓ જેવી કે દારૂનું દુષણ જુગાર કુરિવાજ શિક્ષણ ક્ષેત્રે મેજિકલ ક્ષેત્રે ઝડપી અને સરળતાથી ડિજિટલ યુગમાં આપણા ગામની વિસ્તારના લોકો ને લાભ અપાવી ખરા અર્થમાં વિકાસ કરવો જોઈએ જેથી દરેક ક્ષેત્રે સમસ્યા મુક્ત મતદાર પ્રજા રહે તેવા પ્રયાસો કરવામાં આવે તો સમસ્યા મુક્ત ગ્રામ્ય વિસ્તાર બને એ વાતને કોઈ શંકાને સ્થાન નથી પરંતુ આજકાલ ભ્રષ્ટાચાર નો અજગર લાંબી કતાર માં ફેલાઈ રહ્યો હોય તેમ ડિજિટલ યુગમાં ભસ્તાચાર મુક્ત કરવામાં નેતાઓ નિષ્ફળ નીવડયા હોય તેમ પાલીતાણા ગારીયાધાર વિસ્તારના માર્ગો અકસ્માત જનક જોખમી બન્યા છે જેના પરિણામે વાહનચાલકો સ્થાનિક રહીશો ને તે માર્ગ પરથી પસાર થવું ગંભીર ચિંતક બન્યું છે છતાં વિધાનસભા 2022 અંતર્ગત પ્રજા ચિંતક દેખાવ પ્રદર્શન કરતા રાજકીય નેતાઓ ચૂંટણી વખતે હથેળીમાં ચાંદ બતાવી રહેલા નેતાઓએ અને વિકાસની વાતો કરનાર નેતાઓએ પાલીતાણા ગારીયાધાર વિસ્તારની મુલાકાત કરવી જોઈએ જેથી ખ્યાલ આવે કે ગુજરાતના વિસ્તારોમાં વિકાસ જેવો જેમાં ખાસ કરી સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કેવો ? સ્વચ્છતાનો મોટાભાગે અભાવ રહ્યું છે જેના પરિણામે ત્રીપલ ઋતુમાં ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગચાળા નો ભોગ મતદાર પ્રજા બની રહી છે 2020 માં કોરોના ની પ્રથમ લહેર અને 2021માં બીજી લહેર માં મોટાભાગે મેડિકલ સારવાર અંતર્ગત નેતાઓના દર્શન દુર્લભ રહ્યા છે જેના પરિણામે બેડ બાટલા ના અભાવે અનેક માનવ જિંદગી મોતને ભેટી છે હાલ સ્વચ્છતાના અભાવે અને જોખમી માર્ગોને કારણે પાલીતાણા ગારીયાધર પંથકના માર્ગો પર પસાર થવું મતદાર પ્રજા માટે જોખમી રહ્યું છે છતાં સ્થાનિક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ સાથે સાથે ધારાસભ્યો સંસદસભ્યો ની લાખો કરોડોની ગ્રાન્ટ માંથી વિકાસ લક્ષી કાર્યોને વેગ આપી પ્રજાહિત કાર્યમાં નિષ્ફળ નીવડયા હોય જેના પરિણામે ગારીયાધર પાલીતાણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માં નેતાઓની સાથે સાથે જિલ્લા કક્ષાના અધિકારીઓ પણ નિષ્ફળ નીવડયા હોય તેવું તે વિસ્તારની મતદાર પ્રજા મહેસુસ કરી રહી છે ગામડા ધારી માર્ગો મા વિદ્યાર્થીઓ બાળકો અને વૃદ્ધો કે વાહન ચાલકોને પસાર થવું કેવું જોખમી છે તે તસવીર તંત્રની અને વિકાસની વાતો કરનાર નેતાઓની વિકાસ યાત્રાના જય ગણેશ આ ગારીયાધાર પાલીતાણા વિસ્તાર થી કરવા જોઈએ તેવી ચાડી ખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here