સોશિયલ મીડિયામાં હડકંપ… C M ભુપેન્દ્ર પટેલને કથિત બટુક મોરારી બાપુ નામના વ્યક્તિએ આપી ખુલ્લી ધમકી…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

11 દિવસમાં રૂપિયા એક કરોડ નહીં આપે તો અકસ્માતે મોત થવાની આપી ધમકી…

કથિત રામ કથાકાર નશામાં ધૂત હોવાનો વાયરલ વિડીઓમાં આભાસ..

મળતી માહિતી મુજબ રાજ્યના નવા નિમાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખુલ્લી ધમકી આપતો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા આજનો દિવસ સોશિયલમાં ખુબજ વ્યસ્ત જણાયો હતો.
કથિત વાયરલ વિડીઓમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ધમકી આપનાર વ્યક્તિ પોતાને વાવના રામ કથાકાર મહેશગીરી ઉર્ફે બટુક મોરારી બાપુ હોવાનો ખુલાસો આપી રહ્યો છે, અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સરા જાહેર વિડીઓ થકી કહી રહ્યો છે કે જો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મને આવનાર 11 દિવસમાં રૂપિયા એક કરોડ નહીં આપે તો મુખ્યમંત્રીનો અકસ્માતમાં મોત થશે, અને જો મુખ્યમંત્રી એક કરોડ રૂપિયા આપી દેશે તો તેઓ આવનાર સમયમાં પણ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે રાબેતા મુજબ રહેશે…
વાવના રામ કથાકાર મહેશગીરી ઉર્ફે બટુક મોરારી બાપુ હોવાનો ખુલાસો આપનાર વ્યક્તિ કથિત વિડીઓમાં નશાની હાલતમાં ધૂત હોવાનો આભાસ થયો હોવાની સોશિયલ મીડિયા માં ચર્ચાઓ ચાલી રહી છે. આ કથિત વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા એક સમયે તો સમસ્ત રાજ્યમાં હડકંપ મચી જવા પામ્યો હતો. હવે જોવું રહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી સહિત સુરક્ષા એજેન્સીઓ આ બાબતે ક્યા પગલાં ભરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here