નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી ચારરસ્તા સરકાર ફળીયા ખાતે પાંચ રાજ્યોની ચુંટણીમા ચાર રાજ્યોના પરિણામ માંથી ત્રણ રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાતા વિજય ઉત્સવ ઉજવ્યો જે ભાજપ પાર્ટી દ્રારા નસવાડી ખાતે ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો હાલ પાંચ રાજ્યોમાં ચુંટણી યોજાતા ચાર રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ,છત્તીસગઢ,રાજસ્થાન અને તેલંગાણા ની ચુંટણી નું પરિણામ આવતા રાજ્યના પરિણામમા ત્રણ રાજ્યમા ભાજપનો વિજય થતા ચારરસ્તા ખાતે ફટાકડા ફોડી મીઠાઈઓ ખવડાવી મોઢુ મીઠુ કરાવી વિજય ઉત્સવ મનાવવામા આવ્યો આ કાર્યક્રમ મા ભાજપ પાર્ટી પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ જીલ્લા મહામંત્રી ડી.એફ.પરમાર તાલુકા મહામંત્રી અનિલભાઈ શાહ તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ જીલ્લા બાંધકામ સમિતિ ના ચેરમેન ચેતનભાઈ મેવાસી વગેરે હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.