પશુઓને થતા રોગની સારવાર માટે ઈલાજ કીટ લેવા માટે પશુપાલકોને પોતાના તાલુકામાં અરજી કરવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ન્યુ ગુજરાત પેટર્ન રાજ્ય કક્ષા ૧૦%ના આયોજન વર્ષ ૨૦૨૩-૨૩ અંતર્ગત દુધાળા પશુઓમાં થતા થાઈલેરીઓસીસ અને મસ્ટાઈટીસ જેવા રોગો અને તેની આડ અસરથી બચવા માટે કેમિકલ મુક્ત ૧૦૦% નેચરલ પ્રોડક્ટ કીટથી સારવાર આપવાની યોજના અંતર્ગત યોજનાનો લાભ લેવા માટે છોટાઉદેપુર જીલ્લાના તમામ પશુપાલકોને સૂચિત કરવામાં આવે છે. આ માટે પોતાના તાલુકાના પશુ દવાખાના ખાતેથી સાદર યોજનાની અરજીઓ મેળવી, જરૂરી આધાર તથા પુરાવા સાથે અરજીઓ પશુ દવાખાના પર આજથી ૧૫ દિવસ સુધીમાં જમા કરવવા નાયબ પશુપાલન અધિકારીની કચેરી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here