ઘુસરનાં ગ્રામજનો દ્વારા ગોમા નદીના રેતી માફીયાઓ વિરુદ્ધ મામલતદારને આવેદન અપાયુ…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ધારાસભ્ય એ ખનન બાબતે જણાવ્યુ હતુ કે કાલોલ તાલુકામાં ખનન હવે ભુતકાળ બની જશે ” પણ કયારે ?

કાલોલ તાલુકાના ઘુસર ગામ નજીકથી પસાર થતી ગોમા નદીમા થી દરરોજ બે રોકટોક 60 થી 65 જેટલા ટ્રેકટરો મારફતે ગેરકાયદેસર રીતે રેતી ખનન થાય છે. આજરોજ કાલોલ મામલતદાર સમક્ષ ઘુસર ગામના ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર ડેપ્યુટી સરપંચ તથા અન્ય બે જાગૃત નાગરિકો દ્વારા કાલોલ મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે ગેરકાયદે સારી રીતે રેતી ખનન અને કારણે તેમના વિસ્તારમાં પાણીના સ્તર નીચા ઉતરી ગયા છે જેથી પાણીની સમસ્યા ઉપસ્થિત થઈ છે આ ઉપરાંત ખનીજ માફિયાઓના ભારે વાહનોની અવરજવરને કારણે ડામર રોડ પણ તૂટી જવા પામ્યા છે વધુમાં ખનન માફિયાઓ દ્વારા સ્થાનિક લોકોને ધાક ધમકી આપવામાં આવતી હોવાનું પણ જણાવેલ છે આ સ્થળે પોલીસ બંદોબસ્ત મુકવા માટેની પણ માંગણી કરી છે અરજીની નકલ જિલ્લા ખાણ ખનીજ વિભાગ તેમજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પણ મોકલી આપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઘુસર તેમજ ભૈરવની મુવાડી ખાતે ઘણા સમયથી રેતી ખનન ચાલી રહ્યું છે અને ખનન માફીયાઓ દ્વારા તંત્રના અધિકારીઓ ઉપર હુમલા ના પણ બનાવો ભૂતકાળમાં બનેલા છે કાલોલ મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ જાગૃત નાગરિક કરશનભાઈ નજરુભાઈ રાઠવા એ જણાવ્યુ કે આ વિસ્તારના ખનન માફીયાઓ વિરુદ્ધ અમો રજૂઆત કરીએ છીએ ત્યારે વહીવટી તંત્ર થકી યેનકેન પ્રકારે તેઓના નામ જાણી લેવામાં આવે છે અને પછી ખનન માફિયાઓ દ્વારા તેઓને લાલચ આપવામાં આવે છે અને પછી ધાક ધમકી આપવામાં આવે છે વધુમાં ખનન માફીઆઓ પોતાની ખનન પ્રવૃત્તિને આડે આવતા જાગૃત નાગરિકો સામે મહિલાઓને આગળ ધરી છેડતી જેવી પોલીસ ફરિયાદો પણ કરતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. વધુમાં કરસનભાઈએ મામલતદાર રૂબરૂ જણાવ્યું છે કે વેજલપુર ગામે રહેતા લઘુમતી કોમના કેટલાક ખનન માફીયાઓ દ્વારા છ દીવસ પહેલા મહિલાની છેડતી ને નામે તેઓને માર મારવામાં પણ આવ્યો હતો વિડિયો ઉતારેલો. ખનન માફીયાઓ જાગૃત નાગરિકો ખંડણી માગતા હોવાનો આક્ષેપ પણ કરતા હોય છે. રાત્રીના સમયે વેજલપુર થી ઘુસર જવા નું મુશ્કેલ બની ગયુ છે તેમ જણાવી પોતાની હૈયાવરાળ ઠાલવી હતી ત્યારે કાલોલ વિધાનસભા માં સૌથી મોટી લીડ થી જીતેલા અને “કેસરીયા સિંહ” તરીકે ઓળખાતા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઉપર ખુબ મોટી જવાબદારી આવે છે આવા જાગૃત આદિવાસી નાગરિક ને ફ્કત અને ફ્કત ખોટુ થવાનો અવાજ ઉઠાવવાની આટલી મોટી સજા મળતી હોય અને રાત્રે વેજલપુર થી પસાર થવુ મુશ્કેલ બનતુ હોય તો તે ઘણી ગંભીર બાબત ગણાય. ધારાસભ્ય નાં નામની જાહેરાત થઈ ત્યારે ફતેસિંહ ચૌહાણે મીડિયાના કાલોલ તાલુકાના રેતી ખનન અંગેના પ્રશ્ન નાં જવાબમા કહ્યુ હતુ કે,”એ બધી બાબતો હવે ભૂતકાળ બની જશે” ત્યારે મીડીયા ના માધ્યમથી જનતા પ્રશ્ન ઉઠાવે છે કે ધારાસભ્યશ્રી કયારે ? અમુક ખનન માફીયાઓ જાગૃત નાગરિકો ને આવી રીતે હેરાન કરે તે ચલાવી કેમ લેવાય તેનો જવાબ કાલોલ ની જનતા માંગી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here