એપ્રિલ-૨૦૨૩માં યોજાનાર અગ્નિવીર ભારતીય ભૂમિદળની(ઇન્ડિયન આર્મી)ની લેખિત પરીક્ષા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

અગ્નિવીર તરીકે ભારતીય ભૂમિદળ(ઇન્ડિયન આર્મી)માં ઉજ્જવળ કારકિર્દી ઘડવા માંગતા દેશદાઝ ધરાવતા અવિવાહિત શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો જે આર્મીની વિવિધ કેડરની ભરતીમાં જોડાવવા ઇચ્છુક હોય તેઓએ www.joinindianarmy.nic.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારે Personal Details, Communication Details, Education Dis, તેમજ જાતિનો દાખલો ડોમીસાઇલ સક્રિકેટ, અને NCC સર્ટિફિકેટ, હોય તો તેની વિગત દર્શાવવાની રહેશે. તદુપરાંત ઉમેદવારે અચૂકપણે પોતાનું રહેઠાણનું સરનામું, ઈ-મેઈલ એડ્રેસ તેમજ મોબાઇલ નંબર જેવી વિગતો ઓનલાઈન અરજીમાં દર્શાવવાની રહેશે.
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.૧૫/૦૩/૨૦૨૩ છે. જ્યારે ઓનલાઈન પરીક્ષા (CEE) તા.૧૭/૦૪/૨૦૨૩થી શરૂ થનાર છે. આ ભરતીમાં ઓછામાં ઓછું ધો-૮ પાસ લાયકાત ધરાવતા તેમજ તા.૦૧/૧૦/૨૦૦૨ થી તા.૦૧/૦૪/૨૦૦૬ વચ્ચે જન્મેલા ફક્ત પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે. પ્રત્યેક ઉમેદવારને પરીક્ષા ફી રૂ.રપ૪- ભરવાની રહેશે, છોટાઉદેપુર જિલ્લાના મહત્તમ ઉમેદવારો આ પરીક્ષા પાસ કરી પોતાનું ઉજ્જવળ ભાવિ નિર્ધારિત કરે તે હેતુસર જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુર ખાતે ભરતી પ્રક્રિયા અંગે પૂરતું માર્ગદર્શન આપવામાં આવશે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુરનો તેમજ રોજગાર સેતુ કોલ સેન્ટર(૩૫,૩૩૯૦૩૯૦) પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
ઉપરોક્ત ભરતી અંગેની વિગત રોજગાર અધિકારીશ્રીની કચેરી દ્વારા એક યાદીમાં આપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here