પરમ ધર્મસંસદ, ગુજરાતની માંગણી ગુજરાતની ગાયો માટે સરકાર તાત્કાલિક આર્થિક સહાય જાહેર કરે…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

જગદ્ગુરુ શંકરાચાર્યના આદેશથી અને પ્રવર ધર્મધીશ સ્વામીશ્રી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી દ્વારા સંચાલિત પરમ ધર્મસંસદ 1008 ભારતભરમાં સનાતન વૈદીક હિન્દુ ધર્મની સર્વોચ્ચ સંસ્થા છે.
પરમ ધર્મસાંસદ 1008 – ગુજરાત પ્રદેશ પરમ ધર્મસભાના ડીસા વિસ્તારના ધર્માધાયક શ્રી ગંગારામભાઈ પોપટ ના નેતૃત્વમાં ગુજરાત ના રાજયપાલશ્રી ને આજરોજ ડીસા નાયબ કલેક્ટર અને મામલતદારશ્રી મારફત એક આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી કે, ગાય એ સનાતન ધર્મનો આધાર સ્તંભ છે. ગુજરાતમાં અનેક સામાજિક ધાર્મિક સંસ્થાઓ દાતાઓના સહયોગથી ગૌ-શાળા પાંજરાપોળો ચલાવે છે અને લગભગ 400000 (ચાર લાખ) ગૌ-વંશ તેમાં આશ્રિત છે. જેમાં મોટાભાગના પશુઓ ખેડૂતનાં બિનઉપયોગી,સરકારશ્રીની વિવિધ એજન્સીઓ દ્વારા તેમજ કતલખાને જતાં બચાવેલ હોય છે, તેમને સેવાના ભાવે નિભાવવામાં આવે છે. તેમનો નિભાવ દાતાશ્રીઓ દ્વારા મળતા દાનથી થતો હોય છે. કોરોના મહામારીમાં દાનનો પ્રવાહ બંધથતાં બે વર્ષથી ગૌશાળાઓની હાલત ખુબજ કફોડી થઈ છે. ગૌશાળા – પાંજરાપોળોને મળનારું દાન બંધ થઇ ગયું છે અને મોઘવારીનાં કારણે દેવું થવા લાગ્યું છે.
રાજસ્થાનમાં રાજ્ય સરકારના ગોપાલન વિભાગ દ્વારા પ્રતિ ગૌવંશ પ્રતિદિન રું.40/- ની સહાય આપવામાં આવે છે. ત્યારે પરમ ધર્મસંસદ 1008 ગુજરાત પ્રદેશ – પરમ ધર્મસભા ગુજરાત દ્વારા માંગણી કરીએ છીએ કે, હાલમાં ગુજરાતમાં કોરોના મહામારી દરમ્યાન એક વર્ષ સુધી ગૌવંશ અને અબોલ પશુઓ માટે પ્રતિપશુ પ્રતિદિન રું.50/- રોકડ સહાય સરકારે અવિલંબ આપવી જોઇયે
આ કાર્યકરમાં ધર્માંસદ શ્રી કિશોર શાસ્ત્રી, ધર્માધાયક શ્રી ગંગારામ પોપટ, સહ ધર્મધાયક શ્રી બળદેવ રાયકા,રાજપુર ડીસા પાંજરાપોળ ના શ્રીભરત વારિયા, ગૌભક્ત પરેશ પંચાલ, મહેશ મનવર, હિન્દુ સેવા સમિતિ ના પ્રિતેશ શર્મા, એડ્વોકેટ હિના ઠક્કર, વકીલ ધર્મેન્દ્ર ફોફાણી, આમ આદમી પાર્ટીના કમલેશ ઠક્કર, ગૌશાળા – પાંજરાપોળ ફેડરેશન ના જગદીશ સોલંકી, પાર્થ પંડ્યા, યોગેશ ગૌસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here