પત્રકાર મુસ્તુફા સુમરા સાથે થયેલ ગેરવર્તન અને ઘમકી આપનાર વિરૂધ્ધમાં પોલીસ ફરીયાદ કરવામાં આવી

ધોરાજી,(રાજકોટ) રાજુભાઈ બગડા :-

ભારતમાં લોકશાહીને જીવંત રાખવા માટે લોકશાહિના ચોથા સ્થંભના પ્રહરીઓ સતત જીવના જોખમે સમાચારો લોકો સુધી પહોચાડે છે દેશ ની અંદર નાનામાં નાના લોકો નો અવાજ બની ને કાર્ય કરે છે ત્યારે તેને બંધારણે આપેલા સવાલ પૂછવાના હકને લઈને કોઈ વ્યક્તિ દ્રારા સરા જાહેર ધમકી આપવાનું ક્રુત્ય કરવું એ લોકશાહિ માટે ખતરા સમાન છે, ત્યારે લોકોની સમસ્યા નુ નિવારણ કરતા-કરતા અમો પત્રકાર આજે સમસ્યાનો ભોગ બનેલા છિએ તથા આવા ગુન્ડા તત્વો દ્રારા અમારો અવાજ દબાવવાની કોસીસ થય રહિ છે.

ત્યારે તારીખ. 28/07/2021 બુધવાર નાં રોજ પત્રકાર મુસ્તુફા સુમરા સાથે તલાટી મંડળ ના પ્રમુખ પ્રભાત વિંજોણા દ્વારા જે ગેરવર્તન કરેલ અને ખુલ્લી ધમકી આપેલ હતી તેના વિરુદ્ધ માં આજે સમાચાર ટુડે ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ની અસ્મિતા ન્યૂઝ ની ટીમ દ્વારા ખંભાળિયા ના પોલીસ સ્ટેશન માં ફરીયાદ નોંધાવી હતી અને વહેલી તકે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

તેમજ તલાટી મંડળ ના પ્રમુખ ખુબજ માથા ભારે તથા તકરારી સ્વભાવના હોય તથા અમને આપેલ ધમકી નો અમલ કરે તેવી પુરે પુરી શક્યતા હોય જેથી આ કામના આરોપી ઉચ્ચી વગ ધરાવતા વ્યક્તી હોય તેમજ પોતાના હોદ્દા નો ઘમંડ હોય અને તેનો દુર ઉપયોગ કરી અમોને મારે તથા જાનથી મારી નાખે તેવી પુરે પુરી શક્યતા હોય જેથી કડક મા કડક કાર્યવાહિ કરવા તેમજ તાત્કાલીક પકડિ પાડવા માંગ કરી હતી.

ગઈ કાલે પણ આના વિરૂદ્ધ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પત્રકારો અને વિવિધ સંનથા ઓ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું અને આવનારા સમયમાં ગૂજરાત નાં તમામ જિલ્લા માં આવેદન પત્ર આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here