તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ટ્રેક્ટરની બેટરી ઓની ચોરો ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી નર્મદા એલસીબી અને તિલકવાડા પોલીસ

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

તિલકવાડા તાલુકાના અલ્વા અને ગેગડીયા ગામે બે દિવસ અગાઉ રાત્રી ના સમયગાળા દરમિયાન એક સાથે આઠ જેટલા ટ્રેક્ટરોની બેટરી ચોરી થઈ હોવાની ઘટના બનતા સમગ્ર વિસ્તાર માં ચકચાર બની જવા પામી હતી જે ઘટના ના આરોપીઓને ગણતરી ના કલાકો માં નર્મદા એલ સી બી અને તિલકવાડા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

હિમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદા ઓએ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓને અંકુશમાં રાખવા માટે અસરકારક અને પરિણામ લક્ષી કામગીરી કરવાના સૂચનાના પગલે એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર એ.એમ.પટેલ એલ સી બી સ્ટાફ સાથે જિલ્લામાં બનતા મિલકત સબબ ગુનાઓ ડીટેકટ કરવા ના પ્રયત્નોના ભાગરૂપે તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હોય દરમિયાન તિલકવાડા તાલુકાના પુછપુરા ગામના ઇસમો બેટરી ચોરીમાં સંડોવાયેલા હોવાની હકીકત મળી હતી.

જે બાતમીના આધારે પુછપુરા ગામે જઈને તપાસ કરતા (1) ભાવેશભાઈ સુખાભાઈ બારીયા (2) ભુપિનભાઈ પ્રવીણભાઈ બારીયા (3) અજયભાઈ રમેશભાઈ તડવી (4) નિતેશભાઇ અરવિંદભાઈ બારીયા ને ઝડપી યુક્તિ-પ્રયુક્તિ થી પૂછતાછ કરતા તેઓએ આ ટ્રેક્ટરની બેટરી ચોરી કરી હોવાની કબુલાત કરેલ અને નસવાડી ખાતે રહેતા (5) મહેશભાઈ વાલજીભાઈ સલાડને વેચાણ કરેલ હોવાની કબૂલાત કરી હતી જેથી નસવાડી ખાતે રહેતા મહેશભાઈ સલાડ પાસેથી ટ્રેક્ટરની બેટરી ઓનો મુદ્દામાલ કબજે કરીને તિલકવાડા પોલીસ સ્ટેશને અનડિટેક્ટ ચોરીના ગુનાને ડીટેકટ કરીને તમામ આરોપીઓને તિલકવાડા પોલીસ મથકે સોંપીને આગળ લગતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here