રાજકોટ જિલ્લાના ધરતીપુત્રોની ચિંતામાં ફરી એક વાર વધારો…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઈ બગડા :-

રાજકોટ જિલ્લા ના ખેડૂતો ની ચિંતા માં ફરી એક વાર વધારો થયો છે ભીમ અગયારસ ના સારો એવો વરસાદ વરસ્યો અને ખેડૂતો એ હોંશે હોંશે કપાસ મગફળી સોયાબીન એરંડા સહિત ના પાકો નું વાવેતર કર્યું પરંતુ મેઘરાજા મન મૂકી વરસતા નથી જેના કારણે વિવિધ પાક મુરઝાઇ જવાની ભીતિ છે.

ધોરાજી પંથક ના ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોઈ એવું લાગી રહ્યું છે કયારેક અતિ વૃષ્ટિ તો ક્યારેક માવઠું તો ક્યારેક માનવ સર્જિત લોક ડાઉન ના કારણે ખેડૂતો ને આર્થિક સ્થિતિ કફોડી બની આં વર્ષ ખેડૂતો ને આશા હતી કે સમય સર વરસાદ વરસી જશે તો પાક નું ઉત્પાદન સારૂ મળશે ભીમ અગિયારસ ના વાવણી લાયક વરસાદ વરસી જતા ધોરાજી પંથક ના ખેડૂતો એ કપાસ મગફળી સોયાબીન એરંડા જેવા પાકો નું વાવેતર કર્યું પરંતુ વાવણી બાદ સમય સર વરસાદ ના વરસતા જગત નો તાત ચિંતીત બન્યો છે અને પાક નિસ્ફળ જવાની ભીતિ છે.

ખેડૂતો એ વાવેતર સમયે એક વીઘા દીઠ આઠ થી નવ હજાર નો ખર્ચ કરી નાખ્યો મોંઘા ભાવ ના બિયારણ જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતર સહિત ના ખર્ચ કર્યા પરંતુ વાવેતર બાદ વરસાદ હાથ તાળી આપી ને ચાલ્યો જાય છે મેઘરાજા મન મૂકી વરસતા નથી જેના કારણે પાક મુરઝાઇ રહ્યો છે અને અનિયમિત વરસાદ ને કારણે મગફળી માં વિવિધ પ્રકાર ના રોગ આવી ગયા છે ફૂગ જન્ય રોગ ના કારણે પાંદડા પીળા પડી ગયા છે પાક વૃદ્ધિ કરતો નથી અને ખાસ કરી અને કપાસ માં પણ ભારે રોગ આવી ગયા છે આમ ખેડૂતો ની ચિંતા માં વધારો થયો છે અને સતત વધતા જતા પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા થી પણ ખેડૂતો નું બઝેટ ખોરવાયું છે સાગર ખેડૂત ની જેમ ધરતી પુત્રો ને પણ પેટ્રોલ ડીઝલ માં સબસિડી આપવી જોઈએ એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here